Vadodara News: અંકોડિયા ગ્રામ પંચાયતની નવી પહેલ,દીકરીનો જન્મ થાય તો માતા પિતાને રૂપિયા 1500 અપાશે

Aug 1, 2025 - 19:30
Vadodara News: અંકોડિયા ગ્રામ પંચાયતની નવી પહેલ,દીકરીનો જન્મ થાય તો માતા પિતાને રૂપિયા 1500 અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા તાલુકાની અંકોડિયા ગ્રામ પંચાયતે એક નવતર પહેલ અમલમાં મૂકી છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સંગત ગામમાં હવે દીકરીનો જન્મ થાય તો માતા પિતાને 1500 આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.ગામના સરપંચ મયુરીબેન ઉલ્પેશભાઇ પટેલે જણાવ્યું કે, દીકરીના જન્મને વધાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે.તેમાં ગ્રામ પંચાયતનું પણ યોગદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગામના જે દંપતિને ત્યાં દીકરીનું પારણુ બંધાય તેને આર્થિક સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું છે.

દીકરીના જન્મના વધામણા સારી રીતે થઇ શકશે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓઓ ઉપરાંત આઇસીડીએસ યોજના અંતર્ગત કિશોરીઓની સંભાળ રાખવામાં આવે છે, તે યોજનાઓ પણ સારી રીતે અમલ થાય એ પણ ગ્રામ પંચાયત દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. અંકોડિયા ગ્રામ પંચાયતની આ યોજનાની દીકરીના જન્મના વધામણા સારી રીતે થઇ શકશે અને સમાજમાં સારો સંદેશ જશે.

ગામમાં અંદાજે 6200 લોકો વસે છે

તદ્દઉપરાંત અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વ. કોકીલાબેન રોહિતભાઇ પટેલ યોજના નામક બીજી પણ પહેલ અમલમાં મૂકી છે.આ યોજના અંતર્ગત ગામમાં કોઇ વ્યક્તિનું અવસાન થાય તેવા સંજોગોમાં તે પરિવારને મરણોત્તર ક્રિયા કરવા માટે 1500ની સહાય કરવામાં આવશે. વડોદરા શહેર નજીક આવેલા અંકોડિયા ગામની વસ્તી છેલ્લી ગણતરી મુજબ 4608ની છે અને અત્યારે ગામમાં અંદાજે 6200 લોકો વસે છે.આઠ વોર્ડમાં વિભાજિત ગ્રામ પંચાયત પાસે હાલમાં 25 લાખ જેટલું સ્વભંડોળ પણ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0