Vadodara News: સાવલીમાં નર્મદા નિગમનું 'પાપ' છાપરે ચઢ્યું, સંભવિત દુષ્કાળ વચ્ચે પાણીનો વેડફાટ!

Nov 18, 2026 - 19:00
Vadodara News: સાવલીમાં નર્મદા નિગમનું 'પાપ' છાપરે ચઢ્યું, સંભવિત દુષ્કાળ વચ્ચે પાણીનો વેડફાટ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં નર્મદા નિગમની ઘોર બેદરકારીનો વધુ એક જીવંત પુરાવો સામે આવ્યો છે. એક તરફ તાલુકાના ધરતીપુત્રો પોતાના મહામૂલા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની નબળી કામગીરીને કારણે અમૂલ્ય પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની આરે આવીને ઉભો રહ્યો છે, જેના કારણે જગતના તાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમલાયા-ગોદામપુરા રોડ પર માઈનોર કેનાલમાં ગાબડું

સાવલી તાલુકાના સમલાયાથી ગોદામપુરા તરફ જતા રોડ પર આવેલી નર્મદા નિગમ હસ્તકની માઈનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડ્યું છે. કેનાલ તૂટવાને કારણે હજારો લીટર પાણી ખેતરોમાં અને આસપાસના વિસ્તારોમાં નિરર્થક વહી રહ્યું છે. એક તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે નજર સામે જ હજારો લીટર પાણીનો આ રીતે વ્યય થતો જોઈને સ્થાનિક ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે.

Dahod News: CM Bhupendra Patel Wins Hearts with Simple Lunch at Tribal Home in Dahod

ધારાસભ્ય કેતન ઈનામદારની રજૂઆત બાદ જ તંત્રની પોલ ખુલી

નોંધનીય છે કે, ગઈકાલે જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ખેડૂતોની વ્યથાને વાચા આપતા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી અને તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી માંગ કરી હતી. ધારાસભ્યની આ રજૂઆતને હજુ 24 કલાક પણ પૂરા થયા નથી, ત્યાં જ નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Dahod News: CM Bhupendra Patel Wins Hearts with Simple Lunch at Tribal Home in Dahod

બિસ્માર કેનાલો અને સમારકામના નામે થતો ભ્રષ્ટાચાર?

સાવલી તાલુકામાં આવેલી અનેક માઈનોર કેનાલો હાલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોની યોગ્ય જાળવણી અને સમયસર સમારકામના અભાવે વારંવાર ગાબડાં પડવાની ઘટનાઓ બની રહી છે. નર્મદા નિગમના અધિકારીઓની આ ઘોર બેદરકારી તંત્રની નિષ્ફળતાનો સ્પષ્ટ દાખલો પૂરો પાડે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે, કેનાલનું સમારકામ ક્યારે હાથ ધરાય છે અને ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી ક્યારે પહોંચે છે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0