Vadodara News: વાઘોડિયા નજીક માર્ગ અકસ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા દંપતીનું મોત

Jun 14, 2026 - 17:30
Vadodara News: વાઘોડિયા નજીક માર્ગ અકસ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા દંપતીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત વડોદરાના વાઘોડિયા નજીક સર્જાયો હતો. વાઘોડિયાના ડંખેડા-તવરા રોડ પર એક બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, જોઈને સ્થાનિક લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.

ડમ્પર નીચે બાઈક સાથે દંપતી કચડાયું

ઘટનાની મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના ડંખેડા ગામના રહેવાસી પતિ-પત્ની પોતાના મોટરસાયકલ પર સવાર થઈને ડંખેડા-તવરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પતિ-પત્ની બાઈક સાથે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે ફસાઈ ગયા હતા. ડમ્પર નીચે કચડાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ થતાં દંપતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

વાહન મૂકી ડમ્પર ચાલક ફરાર

અકસ્માત સર્જાયા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વાઘોડિયા પોલીસને આ અંગે જાણ કરી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ડમ્પર કબજે કરીને ફરાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક જ ગામના સુખી દંપતીના આ રીતે અકાળે મોતના પગલે ડંખેડા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Vadodara: સાવલી યુવા ભાજપ પ્રમુખ આપઘાત કેસ, DYSP ની કડક તપાસ અને ગુનો નોંધવાની ખાતરી બાદ મામલો થાળે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0