Vadodara News : વડોદરાની લિટલ ફલાવર્સ સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીના કેસમાં DEOએ સ્કૂલને ફટકારી શો કોઝ નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને આ કેસમાં સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારાઈ છે, વડોદરાના ડીઈઓએ પાઠવી શો કોઝ નોટિસ અને મારામારીની ઘટનામાં ગંભીરતા ન દાખવતા નોટિસ ફટકારાઈ છે અને કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેના ખુલાસા સાથે રૂબરૂ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે, સ્કૂલના આચાર્યને આ બાબતે ડીઈઓ તરફથી ઠપકો પણ મળી શકે છે.
ખંડેરાવ માર્કેટ નજીક આવી છે લિટલ ફલાવર સ્કૂલ
વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક લિટલ ફલાવર સ્કૂલ આવેલી છે જેમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, ધોરણ 9માં ભણાતા વિધાર્થીથી ધોરણ 11માં ભણતા વિધાર્થીને ધક્કો વાગ્યો હતો અને બન્ને વિધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, આ ઘટનામાં ધોરણ 11માં ભણતા વિધાર્થીને દાંતના ભાગે ઈજા પણ પહોંચી હતી અને સ્કૂલના દાદર પરથી આ બબાલની શરૂઆત થઈ હતી, ત્યારે સ્કૂલ સ્ટાફે મામલો થાળે પાડયો હતો અને પોલીસને જાણ કરી હતી.
નવાપુરા પોલીસ મથકમાં સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે
વડોદરાની જાણીતી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના પગલે વિવાદ ઊભો થયો છે. આ મામલે નવાપુરા પોલીસ મથકમાં સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. એક જ પરિસરમાં આવેલી ત્રણ શાળાઓને કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પહેલી ફરિયાદ મુજબ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો હતો. ધક્કામુક્કીની આ ઘટના બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે બીજી ફરિયાદમાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ધોરણ 11ના એક અન્ય વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
What's Your Reaction?






