Surendranagar: સરદાર જયંતીએ એકતાના સંદેશ સાથે દોડ યોજાઈ

Nov 1, 2025 - 01:00
Surendranagar: સરદાર જયંતીએ એકતાના સંદેશ સાથે દોડ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઝાલાવાડમાં ઉજવણી કરાઈ હતી. શહેરમાં શુક્રવારે સવારે રન ફોર યુનીટી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અધીકારીઓ, પદાધીકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરીકો જોડાયા હતા. ભારત દેશ આઝાદ થયો અને ભાગલાના સમયે જુનાગઢ, હૈદરાબાદ પાકિસ્તાનમાં જવાનું વિચારી રહ્યા હતા. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલની વહીવટી કુશળતા, કુનેહ અને મજબૂત મનોબળને લીધે આ તમામ પ્રદેશો ભારતમાં જ રહી ગયા. એક સારા રાષ્ટ્રભકત બનીને 565 જેટલા નાના-મોટા રજવાડાઓને એક કરીને અખંડ ભારતની સ્થાપના કરવામાં પોતાનું સંપૂર્ણ જીવન તેઓએ દેશ માટે સમર્પીત કરી દીધુ હતુ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી પ્રસંગે ઝાલાવાડમાં એકતા દિવસ ઉજવાયો હતો. શહેરની આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલથી જવાહર ગ્રાઉન્ડ સુધી રન ફોર યુનીટી યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અધીક કલેકટર આર.કે.ઓઝા, વઢવાણ નાયબ કલેકટર મેહુલ ભરવાડ, જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, સીટી મામલતદાર મયુરભાઈ દવે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0