Vadodara News: કિશનવાડીમાં રખડતી ગાયો પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકોનો હુમલો

May 31, 2026 - 21:00
Vadodara News: કિશનવાડીમાં રખડતી ગાયો પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકોનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે નીકળેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં સવારના સમયે જ્યારે પાલિકાની ટીમ પશુઓ પકડવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક પશુપાલકોએ સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપી કરી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો 

વડોદરા કોર્પોરેશનની ઢોર ફૂટ પાર્ટી કિશનવાડી વિસ્તારના જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેઠેલી રખડતી ગાયોને પકડીને ડબ્બે પૂરવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન પોતાની ગાયો પકડાતી જોઈને કેટલાક માથાભારે પશુપાલકોના ટોળેટોળાં ત્યાં ધસી આવ્યા હતા. પશુપાલકોએ પાલિકાના કર્મચારીઓ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મામલો બિચકતાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવ્યો હતો.

ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુપાલકો ઉશ્કેરાયા

ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાતાં આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી તપાસ શરૂ કરી હતી. પશુપાલકોની આ દાદાગીરી સામે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા અને ફરજમાં રુકાવટ બદલ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા હુમલો કરનાર પશુપાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નામજોગ ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0