Vadodara: MS યુનિ.ના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ, મોહમદ અઝહરને કર્યો સસ્પેન્ડ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં પોતાની વ્યથા રજૂ કરી હતી. તે બાદ તાત્કાલિક અસરથી આસિ. પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. અને આ મામલે સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રોફેસર દ્વારા જાતીય સતામણી કરવામાં આવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં ભણતી હિન્દુ વિદ્યાર્થીએ આસિ. પ્રોફેસર અજહર ડેરીવાલા પર ગંભીર આરોપો મુક્યા છે. વિદ્યાર્થીનીએ આ ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીનીના આરોપ અનુસાર, પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવતી હતી. લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પાસ કરવા માટેનું પ્રલોભમ પણ આપ્યું હતું.તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસ સીલ વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન્હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

Vadodara: MS યુનિ.ના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ, મોહમદ અઝહરને કર્યો સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં પોતાની વ્યથા રજૂ કરી હતી. તે બાદ તાત્કાલિક અસરથી આસિ. પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. અને આ મામલે સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રોફેસર દ્વારા જાતીય સતામણી કરવામાં આવી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં ભણતી હિન્દુ વિદ્યાર્થીએ આસિ. પ્રોફેસર અજહર ડેરીવાલા પર ગંભીર આરોપો મુક્યા છે. વિદ્યાર્થીનીએ આ ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીનીના આરોપ અનુસાર, પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવતી હતી. લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પાસ કરવા માટેનું પ્રલોભમ પણ આપ્યું હતું.

તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસ સીલ

વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન્હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.