Vadodara: હત્યા પ્રેમીએ કરી અને ફસાઈ ગયો પતિ, 7 દિવસથી જેલમાં બંધ

નિર્દોષ વ્યક્તિને ઝડપી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગતપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ: વકીલ પોલીસે હત્યારા પ્રેમીની કરી ધરપકડ વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનની ઉતાવળ કે ભૂલના કારણે એક નિર્દોષ યુવાનને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં જવાનો વારો આવ્યો હતો અને નિર્દોષ વ્યક્તિ છેલ્લા 7 દિવસથી જેલમાં બંધ છે. પોલીસે પહેલા પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ કરી અને જેલમાં મોકલી આપ્યો અને પતિ જેલમાં ગયા બાદ પોલીસ તપાસમાં આ હત્યા પતિએ નહીં, પરંતુ પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો જો કે, જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે. જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. નિર્દોષ પતિ વનરાજસિંહના કાકાના દિકરા રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, કિંજલનો મૃતદેહ જોઈને વનરાજસિંહ બુમો પાડતો હતો કે મારી કિંજલને કોઈકે મારી નાખી છે, હવે હું કેવી રીતે જીવીશ. જેથી તેણે મને કહ્યું હતું કે રણજીતભાઈ મેં કિંજલને મારી નાખી નથી. બીજા દિવસે જાણવા મળ્યું કે પ્રેમીએ હત્યા કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઈ વનરાજસિંહે તેની પત્નીની હત્યા કરી નથી તેવી અરજી લઈને ડેસર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પી. એસ.આઈ ભરવાડ સાહેબે મારા નિવેદન બાદ આરોપી વિપુલને પકડી પાડ્યો હતો. મારા ભાઈ વનરાજને ઝડપથી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની: વકીલ જ્યારે વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ અને ભારતીય ન્યાય પ્રણાલી પ્રમાણે કોઈપણ નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની છે, પોલીસ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવજો, કાગળો સુપ્રીમ કોર્ટ સુધી વંચાતા હોય છે, તેવામાં કોઈ નિર્દોષ વ્યક્તિને પોલીસ આરોપી બનાવીને કાગળો રજૂ કરી દે અને કાયદાની આંટીધૂટીમાં તે વ્યક્તિને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વર્ષો નીકળી જતા હોય છે. તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ: વકીલ હત્યા જેવી ગંભીર બાબતમાં વ્યક્તિને હત્યારા તરીકે પોલીસે સ્ટેમ્પ મારી દીધો અને એને એક દિવસ નહીં, પરંતુ એક મિનિટ માટે જેલમાં જવાનું થાય તો એ આઘાત જનક હોય છે. જેને હવે પોલીસ તંત્ર દ્વારા ઝડપથી જેલમાંથી બહાર લાવવો જોઈએ, કારણ કે એ નિર્દોષ છે અને એના બંધરણીય હકો પર તરાપ છે, તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ અને ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી પણ થઈ શકે છે. વડોદરા DySP ચાવડાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આસપાસના લોકો અને મૃતકના પરિવારજનોના નિવેદનમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ બાદમાં પ્રેમીએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું અને તેના વિરુદ્ધ પુરાવા મળતા પ્રેમી વિપુલની ધરપકડ કરી હતી અને આ મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે.

Vadodara: હત્યા પ્રેમીએ કરી અને ફસાઈ ગયો પતિ, 7 દિવસથી જેલમાં બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિર્દોષ વ્યક્તિને ઝડપી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગ
  • તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ: વકીલ
  • પોલીસે હત્યારા પ્રેમીની કરી ધરપકડ

વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનની ઉતાવળ કે ભૂલના કારણે એક નિર્દોષ યુવાનને પત્નીની હત્યાના આરોપમાં જેલમાં જવાનો વારો આવ્યો હતો અને નિર્દોષ વ્યક્તિ છેલ્લા 7 દિવસથી જેલમાં બંધ છે. પોલીસે પહેલા પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ કરી અને જેલમાં મોકલી આપ્યો અને પતિ જેલમાં ગયા બાદ પોલીસ તપાસમાં આ હત્યા પતિએ નહીં, પરંતુ પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

જો કે, જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી રહ્યો છે. જે વ્યક્તિએ ગુનો જ નથી કર્યો એને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. નિર્દોષ પતિ વનરાજસિંહના કાકાના દિકરા રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, કિંજલનો મૃતદેહ જોઈને વનરાજસિંહ બુમો પાડતો હતો કે મારી કિંજલને કોઈકે મારી નાખી છે, હવે હું કેવી રીતે જીવીશ. જેથી તેણે મને કહ્યું હતું કે રણજીતભાઈ મેં કિંજલને મારી નાખી નથી.

બીજા દિવસે જાણવા મળ્યું કે પ્રેમીએ હત્યા કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઈ વનરાજસિંહે તેની પત્નીની હત્યા કરી નથી તેવી અરજી લઈને ડેસર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પી. એસ.આઈ ભરવાડ સાહેબે મારા નિવેદન બાદ આરોપી વિપુલને પકડી પાડ્યો હતો. મારા ભાઈ વનરાજને ઝડપથી જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની: વકીલ

જ્યારે વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ અને ભારતીય ન્યાય પ્રણાલી પ્રમાણે કોઈપણ નિર્દોષ વ્યક્તિ કાયદાના સંકજામાં ન આવે એનું ધ્યાન રાખવાની સૌપ્રથમ જવાબદારી પોલીસની છે, પોલીસ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવજો, કાગળો સુપ્રીમ કોર્ટ સુધી વંચાતા હોય છે, તેવામાં કોઈ નિર્દોષ વ્યક્તિને પોલીસ આરોપી બનાવીને કાગળો રજૂ કરી દે અને કાયદાની આંટીધૂટીમાં તે વ્યક્તિને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વર્ષો નીકળી જતા હોય છે.

તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ: વકીલ

હત્યા જેવી ગંભીર બાબતમાં વ્યક્તિને હત્યારા તરીકે પોલીસે સ્ટેમ્પ મારી દીધો અને એને એક દિવસ નહીં, પરંતુ એક મિનિટ માટે જેલમાં જવાનું થાય તો એ આઘાત જનક હોય છે. જેને હવે પોલીસ તંત્ર દ્વારા ઝડપથી જેલમાંથી બહાર લાવવો જોઈએ, કારણ કે એ નિર્દોષ છે અને એના બંધરણીય હકો પર તરાપ છે, તપાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ઉપરી અધિકારીઓએ લેવા જોઈએ અને ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી પણ થઈ શકે છે.

વડોદરા DySP ચાવડાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આસપાસના લોકો અને મૃતકના પરિવારજનોના નિવેદનમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ બાદમાં પ્રેમીએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું અને તેના વિરુદ્ધ પુરાવા મળતા પ્રેમી વિપુલની ધરપકડ કરી હતી અને આ મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે.