Anand: ઉમરેઠમાં લોખંડના વેપારીની પેઢીમાં GST વિભાગના દરોડા

પતરા અને લોખંડના વેપારીને ત્યાં દરોડા ટીએ માની એન્ડ સન્સ પેઢીમાં સર્ચ ચાલુ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા આણંદ જિલ્લાના ઉમરેઠમાં પતરા અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સ વેપારીની પેઢીમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા. ઉમરેઠના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટી.એ માની એન્ડ સન્સ વેપારીની પેઢી આવેલી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પતરા અને લોખંડનો વેપાર કરતા વેપારીની પેઢી T A Mani & Sons ને ત્યાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા છે. છેલ્લા બે કલાકથી ઓફીસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠમાં વેપારીઓ દ્વારા બિલિંગ કરવામાં નહીં આવતા હોવાની ફરિયાદ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જે અંતર્ગત સ્ટેટ GST વિભાગે ઉમરેઠમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉમરેઠમાં વાસણની દુકાનમાં જીએસટી વિભાગના દરોડા પાડ્યા હતા આણંદ જિલ્લાના તાલુકા ઉમરેઠનગરના કોર્ટ રોડ ઉપર આવેલ કંસારા બજારમાં વાસણની દુકાનમાં GST વિભાગનો દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડા પડયા હોવાની વાત નગરમાં વહેતી થતાં કરચોરી કરતા કેટલાક વેપારીઓ પોતાના વેપાર-ધંધાને તાળા મારી ભાગી ગયા હતા. જો કે વાસણના વેપારીને ત્યાંથી જીએસટીની કરચોરી પકડાઈ કે કેમ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. સિલ્કસીટી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક મોટા વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કરી GSTની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. થોડા સમય પૂર્વે નગરના એક જાણીતા પાન-મસાલા તથા બીડી-સીગારેટના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરાની ટીમ દ્વારા સિલ્કસીટી ઉમરેઠના કંસારા બજારમાં આવેલ એક પ્રખ્યાત વાસણના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગના કર્મચારીઓએ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કરી GSTની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ વાસણના વેપારીને ત્યાં હિસાબી ચોપડાની તપાસ કરી હતી. બીજી તરફ નગરમાં જીએસટી વિભાગનો દરોડો પડ્યો હોવાની વાત બહાર આવતા કેટલાક બોગસ બિલિંગ કરતા મોટા વેપારીઓએ તુરંત જ પોતાની દુકાનને તાળા મારી ભાગી ગયા હતા. સાંજ સુધી GST વિભાગ દ્વારા હિસાબી ચોપડા એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ વાસણના વેપારીને ત્યાંથી કોઈ કરચોરી પકડાઈ કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.

Anand: ઉમરેઠમાં લોખંડના વેપારીની પેઢીમાં GST વિભાગના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પતરા અને લોખંડના વેપારીને ત્યાં દરોડા
  • ટીએ માની એન્ડ સન્સ પેઢીમાં સર્ચ ચાલુ
  • સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા

આણંદ જિલ્લાના ઉમરેઠમાં પતરા અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સ વેપારીની પેઢીમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા. ઉમરેઠના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટી.એ માની એન્ડ સન્સ વેપારીની પેઢી આવેલી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠમાં પતરા અને લોખંડનો વેપાર કરતા વેપારીની પેઢી T A Mani & Sons ને ત્યાં સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા છે. છેલ્લા બે કલાકથી ઓફીસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠમાં વેપારીઓ દ્વારા બિલિંગ કરવામાં નહીં આવતા હોવાની ફરિયાદ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જે અંતર્ગત સ્ટેટ GST વિભાગે ઉમરેઠમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઉમરેઠમાં વાસણની દુકાનમાં જીએસટી વિભાગના દરોડા પાડ્યા હતા

આણંદ જિલ્લાના તાલુકા ઉમરેઠનગરના કોર્ટ રોડ ઉપર આવેલ કંસારા બજારમાં વાસણની દુકાનમાં GST વિભાગનો દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડા પડયા હોવાની વાત નગરમાં વહેતી થતાં કરચોરી કરતા કેટલાક વેપારીઓ પોતાના વેપાર-ધંધાને તાળા મારી ભાગી ગયા હતા. જો કે વાસણના વેપારીને ત્યાંથી જીએસટીની કરચોરી પકડાઈ કે કેમ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

સિલ્કસીટી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક મોટા વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કરી GSTની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. થોડા સમય પૂર્વે નગરના એક જાણીતા પાન-મસાલા તથા બીડી-સીગારેટના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરાની ટીમ દ્વારા સિલ્કસીટી ઉમરેઠના કંસારા બજારમાં આવેલ એક પ્રખ્યાત વાસણના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગના કર્મચારીઓએ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કરી GSTની કરચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ વાસણના વેપારીને ત્યાં હિસાબી ચોપડાની તપાસ કરી હતી. બીજી તરફ નગરમાં જીએસટી વિભાગનો દરોડો પડ્યો હોવાની વાત બહાર આવતા કેટલાક બોગસ બિલિંગ કરતા મોટા વેપારીઓએ તુરંત જ પોતાની દુકાનને તાળા મારી ભાગી ગયા હતા. સાંજ સુધી GST વિભાગ દ્વારા હિસાબી ચોપડા એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ વાસણના વેપારીને ત્યાંથી કોઈ કરચોરી પકડાઈ કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.