Vadodara: સંસકારી નગરી બની ભૂવાનગરી..! મસમોટા ખાડારાજમાં ટ્રક ફસાતા JCBની મદદ લેવાઈ
વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભૂવા પડવાનો આંક અડધી સદી નજીક પહોંચ્યો છે. તેવામાં વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. આજે શહેરના અટલબિજના સર્વિસ રોડ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર એક ભૂવો પડ્યો છે. ભૂવામાં ટ્રક ફસાતા JCBની મદદ લેવાઈ છે.આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ ભુવાનગરીમાં વધુ એક ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના અટલબિજના સર્વિસ રોડ પર ભુવો પડ્યો છે. આ ભૂવામાં ટ્રક ફસાતા જેસીબીની મદદ લેવાની ફરજ પડી છે. JCBની મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લોડેડ ટ્રક હોવાથી JCB મશીન પણ લાગ્યું નહીં કામે રસ્તાની બરોબર મધ્યમાં ભૂવો નિર્માણ પામ્યો હોવાથી અકસ્માતનું જોખમ વધારે છે. જેથી આ ભૂવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે.એક પછી એક ભૂવા પડવા અથવાતો રોડનો ભાગ બેસી જવાની ઘટનાઓ સામે આવવાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે ઉઘાડી પડી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આજ દિન સુધી કામગીરી ધીમી ગતિએ જોવા મળી છે. આ ભૂવો હાલમાં તો નાનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ જો વહેલી તકે આ ભુવો પુરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભૂવા પડવાનો આંક અડધી સદી નજીક પહોંચ્યો છે. તેવામાં વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. આજે શહેરના અટલબિજના સર્વિસ રોડ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર એક ભૂવો પડ્યો છે. ભૂવામાં ટ્રક ફસાતા JCBની મદદ લેવાઈ છે.
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ ભુવાનગરીમાં વધુ એક ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના અટલબિજના સર્વિસ રોડ પર ભુવો પડ્યો છે. આ ભૂવામાં ટ્રક ફસાતા જેસીબીની મદદ લેવાની ફરજ પડી છે. JCBની મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લોડેડ ટ્રક હોવાથી JCB મશીન પણ લાગ્યું નહીં કામે રસ્તાની બરોબર મધ્યમાં ભૂવો નિર્માણ પામ્યો હોવાથી અકસ્માતનું જોખમ વધારે છે. જેથી આ ભૂવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે.
એક પછી એક ભૂવા પડવા અથવાતો રોડનો ભાગ બેસી જવાની ઘટનાઓ સામે આવવાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે ઉઘાડી પડી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આજ દિન સુધી કામગીરી ધીમી ગતિએ જોવા મળી છે. આ ભૂવો હાલમાં તો નાનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ જો વહેલી તકે આ ભુવો પુરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.