Bhavnagar: મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત, 5 લોકો કાટમાળ નીચે ફસાયા
ભાવનગરના વલ્લભીપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને મકાન ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના પણ સર્જાઈ છે. વલ્લભીપુરના કંથારીયા ગામે મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ મકાન જૂનવાડી હતું. ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને બીજી તરફ પરિવારના અન્ય 5 લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા અને ઈજાગ્રસ્ત થયા છે અને જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મકાનના કાટમાળ નીચે દબાયેલા 5 લોકોને ગામના લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા. 6 દિવસ પહેલા શહેરના ભાદેવાની શેરીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી ભાવનગરમાં 6 દિવસ પહેલ એક જર્જરીત મકાન ધરાશાયી થયુ હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ બે દિવસ પહેલા જ શહેરમાં જૂનું મકાન ધરાશાયી થયું હતું. ત્યાં 2 દિવસમાં આ બીજી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના સતત વરસાદ વરસવાના કારણે જર્જરીત મકાનો ધરાશાયી થવાના કારણે જાનહાનિ અટકાવવા માટે જાહેર ચેતવણી આપી જર્જરીત ઈમારતોના માલિકોએ માલસામાન ઉતારી લેવા અથવા સમારકામને લાયક ઈમલાની મરામત કરી લેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આવી કોઈ કામગીરી કરવામાં ના આવતા શહેરના ભાદેવા શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. આ સિવાય શહેરમાં હજુ આવા કેટલાક મકાનો અને શોપીંગ સેન્ટરો છે, જે જર્જરીત હાલતમાં છે અને કોઈ જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા ઇમલો ઉતારી લેવા, મરામત કરવામાં આવે તેવી માગ ઉભી થવા પામી છે. નગરપાલિકા દ્વારા કોઈ જાનહાનિ થાય તે પહેલા પોતાના વિવિધ કોમ્પલેક્ષ, વિવિધ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરો, બહુમાળી બિલ્ડીંગોનો સર્વે કરી યોગ્ય પગલા ભરવા માગ ઉભી થવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના વલ્લભીપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને મકાન ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના પણ સર્જાઈ છે. વલ્લભીપુરના કંથારીયા ગામે મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ મકાન જૂનવાડી હતું.
ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને બીજી તરફ પરિવારના અન્ય 5 લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા અને ઈજાગ્રસ્ત થયા છે અને જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મકાનના કાટમાળ નીચે દબાયેલા 5 લોકોને ગામના લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
6 દિવસ પહેલા શહેરના ભાદેવાની શેરીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી
ભાવનગરમાં 6 દિવસ પહેલ એક જર્જરીત મકાન ધરાશાયી થયુ હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ બે દિવસ પહેલા જ શહેરમાં જૂનું મકાન ધરાશાયી થયું હતું. ત્યાં 2 દિવસમાં આ બીજી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના સતત વરસાદ વરસવાના કારણે જર્જરીત મકાનો ધરાશાયી થવાના કારણે જાનહાનિ અટકાવવા માટે જાહેર ચેતવણી આપી જર્જરીત ઈમારતોના માલિકોએ માલસામાન ઉતારી લેવા અથવા સમારકામને લાયક ઈમલાની મરામત કરી લેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આવી કોઈ કામગીરી કરવામાં ના આવતા શહેરના ભાદેવા શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી થયું હતું.
આ સિવાય શહેરમાં હજુ આવા કેટલાક મકાનો અને શોપીંગ સેન્ટરો છે, જે જર્જરીત હાલતમાં છે અને કોઈ જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા ઇમલો ઉતારી લેવા, મરામત કરવામાં આવે તેવી માગ ઉભી થવા પામી છે. નગરપાલિકા દ્વારા કોઈ જાનહાનિ થાય તે પહેલા પોતાના વિવિધ કોમ્પલેક્ષ, વિવિધ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરો, બહુમાળી બિલ્ડીંગોનો સર્વે કરી યોગ્ય પગલા ભરવા માગ ઉભી થવા પામી છે.