Vadodara : શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ખંભોળજ ખાતે ત્રણ દિવસીય સેવાકૅમ્પ યોજાયો

Nov 26, 2026 - 02:00
Vadodara : શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ખંભોળજ ખાતે ત્રણ દિવસીય સેવાકૅમ્પ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા : ડાકોરના રાજા રણછોડરાયજી તેમજ ફાગવેલના ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનાં દર્શનાર્થે પદયાત્રીઓની સેવા માટે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ખંભોળજ મુકામે ત્રણ દિવસીય સેવાકેમ્પ યોજાયો હતો. શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સેવાકાર્ય હાથ ધરાયું હતું. જેમાં પદયાત્રીઓ માટે ચા, કોફી, વેફર, મિનરલ વોટર, સૂકો નાસ્તો, વિવિધ પ્રકારનાં બિસ્કિટ સહિતની ખાણીપીણીની વ્યવસ્થા કરાઇ હતી. ઉપરાંત પદયાત્રીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને મેડિકલ સેવા તેમજ થાક ઉતારવા માટે વિશ્રામની પણ વ્યવસ્થા ઊભી કરાઇ હતી. ત્રણ દિવસ દરમિયાન ડાકોર અને ફાગવેલ તરફ્ પગપાળા જતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ સેવાકેમ્પનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0