Vadodara: શહેરમાં 7 સ્થળેથી મગરનું રેસ્ક્યૂ : સમામાં મૃત મગર મળ્યો
વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર વધતા મગરને પોતાનો વિસ્તાર વધ્યો હોવાનું લાગે છેવેમાલીથી તલસટ સુધીના વિશ્વામિત્રીના 25 કિમીના વિસ્તારમાં 441 મગર વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો આ પાણીમાં શહેરમાં વિવિધ સ્થળોએ પાણી સાથે પહોંચી ગયા હતા વિશ્વામિત્રીના પુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા બાદ પાણીનું સ્તર ઉતરતા શહેરમાં ઠેર ઠેર મગરોએ દેખાદેતા વન વિભાગ અને સહયોગી સંસ્થાઓએ શહેરમાં સાત સ્થળેથી મગરના રેસ્કયુ કર્યા હતા. જયારે સમા શુભ લક્ષ્મી રેસીડન્સી પાસે અકસ્માતમાં માર્યા ગયેલા મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. વિશ્વામિત્રીના પુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા. વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો આ પાણીમાં શહેરમાં વિવિધ સ્થળોએ પાણી સાથે પહોંચી ગયા હતા. એમએસયુનિના ઝુઓલોજીસ્ટ ડૉ.રણજીતસિંહ દેવકરે જણાવ્યુ હતુકે વિશ્વામિત્રી નદીમાં પાણી આવવાથી તેનો વિસ્તાર વધી ગયો હતો. મગર માટે પાણીજ માર્ગદર્શક હોય છે. આથી તે પાણી સાથે રહે છે. પાણીનું સ્તર ઘટી જવા સાથે તેઓ તેમના આશ્રાય સ્થાન તરફ પરત ફરી શકયા નહી તેવા મગર દેખાદીધી છે. લોકો ગભરાઇને વન વિભાગ અને રેસ્કયુ કરનાર સંસ્થાઓને જાણ કરી હતી. વેમાલી થી તલસટ સુધીના તેના 25 કિમીના વિસ્તારમાં 441 મગર છે. વિશ્વામિત્રીના પરના લીધે સાત સ્થળોએથી મગરને રેસ્કયુ કરાયા છે. ત્રણ દિવસમાં 70થી વધુ સાપ, 10 મગરનું રેસ્કયૂ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી તથા વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કામે લગાડેલી છે. તેમના ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકો પણ મદદે છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ટીમો દ્વારા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 મગરનું રેસ્ક્યુ કરયું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી 15 ફૂટના મગરનું પણ રેસ્કયુ કરાયું છે. કાચબાનું પણ રેસ્ક્યૂ કરાયું વિશ્વામિત્રીના પટમાં મગર ઉપરાંત સૌથી મોટી સંખ્યામાં જળચર પ્રાણી હોય તો તે કાચબા છે. મગરની ગણતરી કરવામાં આવે છે. પરંતુ કાચબાની ગણતરી કરવામાંઆવતી નથી જે પણ શિડયૂલ -1નાજ પ્રાણી છે. તેને બચાવવા પણ એટલાજ જરૂરી છે.આ ઉપરાંત વિશ્વામિત્રીના પટમાં શાહુડી અજગર અને સાપ પણ છે. ન્યુ વીઆઇપી રોડના નાગરિકની પાછળ મગર પડયો શહેરના ન્યુવીઆઇપી રોડ વિસ્તારના એક નાગરિકના પિતાનું શહેરમાં પુરની સ્થિતિ ચાલતી હતી ત્યારે જ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. આ નાગરિકના સ્વજનો અંતિમ સંસ્કાર માટે આવી શકે તે માટે તેમણે પિતાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો હતો. જોકે હોસ્પિટલમાં વીજળી ન હોવાથી તંત્ર દ્વારા મૃતદેહ લઇ જવા માટે જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની મદદ લઇને આ નાગરિકે નજીકના સ્મશાનમાં અંતિમ વિધિ કરી હતી. પિતાની અંતિમ વિધિ કરીને તેઓ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારની તેમની સોસાયટીમાં પુરના પાણી પસાર કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે એક મગર પાછળ પડયો હતો. જોકે જેમ તેમ કરીને તેઓ જાન બચાવીને ઘેર પહોંચ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર વધતા મગરને પોતાનો વિસ્તાર વધ્યો હોવાનું લાગે છે
- વેમાલીથી તલસટ સુધીના વિશ્વામિત્રીના 25 કિમીના વિસ્તારમાં 441 મગર
- વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો આ પાણીમાં શહેરમાં વિવિધ સ્થળોએ પાણી સાથે પહોંચી ગયા હતા
વિશ્વામિત્રીના પુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા બાદ પાણીનું સ્તર ઉતરતા શહેરમાં ઠેર ઠેર મગરોએ દેખાદેતા વન વિભાગ અને સહયોગી સંસ્થાઓએ શહેરમાં સાત સ્થળેથી મગરના રેસ્કયુ કર્યા હતા. જયારે સમા શુભ લક્ષ્મી રેસીડન્સી પાસે અકસ્માતમાં માર્યા ગયેલા મગરનો મૃતદેહ મળી આવ્યો હતો.
વિશ્વામિત્રીના પુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા. વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો આ પાણીમાં શહેરમાં વિવિધ સ્થળોએ પાણી સાથે પહોંચી ગયા હતા. એમએસયુનિના ઝુઓલોજીસ્ટ ડૉ.રણજીતસિંહ દેવકરે જણાવ્યુ હતુકે વિશ્વામિત્રી નદીમાં પાણી આવવાથી તેનો વિસ્તાર વધી ગયો હતો. મગર માટે પાણીજ માર્ગદર્શક હોય છે. આથી તે પાણી સાથે રહે છે. પાણીનું સ્તર ઘટી જવા સાથે તેઓ તેમના આશ્રાય સ્થાન તરફ પરત ફરી શકયા નહી તેવા મગર દેખાદીધી છે. લોકો ગભરાઇને વન વિભાગ અને રેસ્કયુ કરનાર સંસ્થાઓને જાણ કરી હતી. વેમાલી થી તલસટ સુધીના તેના 25 કિમીના વિસ્તારમાં 441 મગર છે. વિશ્વામિત્રીના પરના લીધે સાત સ્થળોએથી મગરને રેસ્કયુ કરાયા છે.
ત્રણ દિવસમાં 70થી વધુ સાપ, 10 મગરનું રેસ્કયૂ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી તથા વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કામે લગાડેલી છે. તેમના ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકો પણ મદદે છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ટીમો દ્વારા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 મગરનું રેસ્ક્યુ કરયું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી 15 ફૂટના મગરનું પણ રેસ્કયુ કરાયું છે.
કાચબાનું પણ રેસ્ક્યૂ કરાયું
વિશ્વામિત્રીના પટમાં મગર ઉપરાંત સૌથી મોટી સંખ્યામાં જળચર પ્રાણી હોય તો તે કાચબા છે. મગરની ગણતરી કરવામાં આવે છે. પરંતુ કાચબાની ગણતરી કરવામાંઆવતી નથી જે પણ શિડયૂલ -1નાજ પ્રાણી છે. તેને બચાવવા પણ એટલાજ જરૂરી છે.આ ઉપરાંત વિશ્વામિત્રીના પટમાં શાહુડી અજગર અને સાપ પણ છે.
ન્યુ વીઆઇપી રોડના નાગરિકની પાછળ મગર પડયો
શહેરના ન્યુવીઆઇપી રોડ વિસ્તારના એક નાગરિકના પિતાનું શહેરમાં પુરની સ્થિતિ ચાલતી હતી ત્યારે જ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. આ નાગરિકના સ્વજનો અંતિમ સંસ્કાર માટે આવી શકે તે માટે તેમણે પિતાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યો હતો. જોકે હોસ્પિટલમાં વીજળી ન હોવાથી તંત્ર દ્વારા મૃતદેહ લઇ જવા માટે જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની મદદ લઇને આ નાગરિકે નજીકના સ્મશાનમાં અંતિમ વિધિ કરી હતી. પિતાની અંતિમ વિધિ કરીને તેઓ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારની તેમની સોસાયટીમાં પુરના પાણી પસાર કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે એક મગર પાછળ પડયો હતો. જોકે જેમ તેમ કરીને તેઓ જાન બચાવીને ઘેર પહોંચ્યા હતા.