Vadodara: વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં ધડાકા સાથે આગ
શહેરના સીમાડે કોયલી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીમાં સવા મહિનામાં જ આગની ઘટના નોંધાઇ હતી.આજે સાંજે રિફાઇનરીના આઇસોમ પ્લાન્ટની ફર્નેસમાંથી લીકેજના પગલે ધડાકા સાથે આગ ફાટી નિકળી હતી. સાંજે 5-30 કલાકે લાગેલીને 15 મિનિટમાં જ આઇઓસીના ફાયર સેફટી વિભાગે પાણી અને ફોર્મનો મારો ચલાવીને બુઝાવી દીધી હતી. જોકે એક તબક્કે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાઓ પ્રસરતાં રિફાઇનરીની આસપાસના ગામોમાં રહેતા નાગરિકોમાં ભારે ગભરાટની લાગણી જન્મી હતી. જોકે આજની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હોવાની પ્રાથમિક માહિતી છે.ગુજરાત રિફાઇનરીના ફાયર સેફટી વિભાગના બંબાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગની જ્વાળાઓ ઉપર ફોર્મ અને પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. 15 મિનિટમાં આગ કાબૂમા આવ્યા બાદ કૂલિંક પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. કોયલી રિફાઇરીની શુધ્ધિકરણ ક્ષમતા વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન છે. ગત તા.12મી નવેમ્બરના રોજ ફાટી નિકળેલી આગની ઘટનાના બનાવની આઇઓસીએલ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. કર્મચારીઓએ સલામત સ્થળે ખસી જવા દોડધામ કરી આઇસોમ પ્લાન્ટ વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળતાં જ અન્ય પ્લાન્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તથા રિફાઇનરીના કર્મચારીઓએ સલામત સ્થળે ખસી જવા માટે દોડધામ કરી હતી. ઝડપથી કર્મચારીઓ મેઇન ગેટની બહાર નિકળી ગયા હતા. એક તબક્કે સાયરન વાગતા જ નજીકમાં આવેલા કોયલી, ધનોરા, બાજવા સહિતના ગામોના નાગિરકોમાં ભારે ગભરાટની લાગણી જન્મી હતી. બેન્ઝિન ટેન્કમાં ધડાકા સાથે આગથી 2 કર્મીઓના મોત થયા હતા કોયલી રિફાઇનરીમાં 68 નંબરની બેન્ઝિન ટેન્કમાં આગની ઘટના તા.11મીનવેમ્બરના રોજ બની હતી .જેમાં 2 કર્મચારીઓના મોત થયા હતા . બપોરના 3-30 વાગે બની હતી અને તા.12મીએ સવારે 2 વાગે આગ કાબૂમાં આવી હતી. ભારે ધડાકા સાથે ફાટી નિકળેલી આગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી ધીમંત સુરેશભાઇ મકવાણા(ઉ.વ.32, હનુમાન ફળિયું, તારાપુર, જિ.આણંદ) અને કેન્ટીન કર્મચારી શૈલેષ શનાભાઇ મકવાણા (ઉ.વ.28, રહે.સર્વોદય બિલ્ડિંગ,કોયલી)નું મોત થયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના સીમાડે કોયલી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીમાં સવા મહિનામાં જ આગની ઘટના નોંધાઇ હતી.આજે સાંજે રિફાઇનરીના આઇસોમ પ્લાન્ટની ફર્નેસમાંથી લીકેજના પગલે ધડાકા સાથે આગ ફાટી નિકળી હતી. સાંજે 5-30 કલાકે લાગેલીને 15 મિનિટમાં જ આઇઓસીના ફાયર સેફટી વિભાગે પાણી અને ફોર્મનો મારો ચલાવીને બુઝાવી દીધી હતી. જોકે એક તબક્કે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાઓ પ્રસરતાં રિફાઇનરીની આસપાસના ગામોમાં રહેતા નાગરિકોમાં ભારે ગભરાટની લાગણી જન્મી હતી. જોકે આજની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હોવાની પ્રાથમિક માહિતી છે.
ગુજરાત રિફાઇનરીના ફાયર સેફટી વિભાગના બંબાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગની જ્વાળાઓ ઉપર ફોર્મ અને પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. 15 મિનિટમાં આગ કાબૂમા આવ્યા બાદ કૂલિંક પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. કોયલી રિફાઇરીની શુધ્ધિકરણ ક્ષમતા વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન છે. ગત તા.12મી નવેમ્બરના રોજ ફાટી નિકળેલી આગની ઘટનાના બનાવની આઇઓસીએલ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
કર્મચારીઓએ સલામત સ્થળે ખસી જવા દોડધામ કરી
આઇસોમ પ્લાન્ટ વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળતાં જ અન્ય પ્લાન્ટના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તથા રિફાઇનરીના કર્મચારીઓએ સલામત સ્થળે ખસી જવા માટે દોડધામ કરી હતી. ઝડપથી કર્મચારીઓ મેઇન ગેટની બહાર નિકળી ગયા હતા. એક તબક્કે સાયરન વાગતા જ નજીકમાં આવેલા કોયલી, ધનોરા, બાજવા સહિતના ગામોના નાગિરકોમાં ભારે ગભરાટની લાગણી જન્મી હતી.
બેન્ઝિન ટેન્કમાં ધડાકા સાથે આગથી 2 કર્મીઓના મોત થયા હતા
કોયલી રિફાઇનરીમાં 68 નંબરની બેન્ઝિન ટેન્કમાં આગની ઘટના તા.11મીનવેમ્બરના રોજ બની હતી .જેમાં 2 કર્મચારીઓના મોત થયા હતા . બપોરના 3-30 વાગે બની હતી અને તા.12મીએ સવારે 2 વાગે આગ કાબૂમાં આવી હતી. ભારે ધડાકા સાથે ફાટી નિકળેલી આગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી ધીમંત સુરેશભાઇ મકવાણા(ઉ.વ.32, હનુમાન ફળિયું, તારાપુર, જિ.આણંદ) અને કેન્ટીન કર્મચારી શૈલેષ શનાભાઇ મકવાણા (ઉ.વ.28, રહે.સર્વોદય બિલ્ડિંગ,કોયલી)નું મોત થયું હતું.