Vadodara: મીઠાઈમાં જોવા મળી ફૂગ,આરોગ્ય વિભાગ દુકાનદાર સામે પગલા લે તેવી માગ

કડકબજારની મીઠાઈની દુકાનમાં પેંડામાંથી ફૂગ મળીમીઠાઇમાંથી આવતી હતી તીવ્ર દુર્ગંધ મીઠાઈમાં ફૂગ દેખાતાં ગ્રાહકે કરી ફરિયાદ જમવાની ચીજવસ્તુઓમાંથી ક્યારેક માખી, ઈયળ, મૃત ગરોળી અને અન્ય વસ્તુઓ નીકળવાનો મામલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ત્યારે વડોદરામાં ફરી એક વખત જમવાની વસ્તુમાંથી ફૂગ મળી આવી છે. શહેરમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી ફૂગ મળી આવી છે. મીઠાઈમાં ફૂગ દેખાતાં ગ્રાહકે કરી ફરિયાદ વડોદરાના કડકબજારમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદવામાં આવી હતી, જેમાંથી ફૂગ મળી આવી છે. સત્ય નારાયણ ફરસાણ નામની દુકાનમાંથી પેંડા ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી ફૂગ મળી આવી છે. સત્ય નારાયણ ફરસાણ નામની દુકાનમાં મીઠાઈ ખરાબ હાલતમાં જોવા મળી હતી અને ફૂગ વાળી મીઠાઈને લઈ ગ્રાહકે ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરોમાં ફૂડને લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. ત્યારે આ વાતાવરણમાં ફૂડ વિભાગને જાગવું ખુબ જ જરૂરી બન્યું છે. આરોગ્ય વિભાગ દુકાનદાર સામે પગલા ભરે તેવી માગ ગ્રાહકનો દીકરો પરીક્ષામાં પાસ થતાં મીઠાઈ વહેંચવા માટે પેંડા ખરીદ્યા હતા પણ ગ્રાહક પુષ્પ કુમાર કોટિયાએ પેંડા લીધા તો અંદર ફૂગ અને દુર્ગંધ મારતી હતી, ત્યારે ગ્રાહકે આરોગ્ય શાખા દ્વારા આવા દુકાનદારો પર કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડી રહેલી મીઠાઈમાં ફૂગ આવી ગઈ હોવા છતાં વેપારીઓ આ મીઠાઈઓ વેચી રહ્યા છે. અમદાવાદમાં પિત્ઝા અને સુપમાંથી જીવાત નીકળી અમદાવાદના કાંકરિયાની અંદર ચાલતા મનપસંદ ભાજીપાવ એન્ડ નાસ્તા સેન્ટરમાં પિત્ઝામાંથી પણ જીવાત નીકળી છે. તેમાં પિત્ઝામાંથી કીડા અને સોસમાંથી પણ કાળા રંગની જીવાત નીકળી છે. ત્યારે ગ્રાહકે સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે જે થોડા સમય પહેલા મણિનગરની જાણીતી પુરોહિત રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનમાંથી ઈયળ નીકળતાં હોબાળો મચ્યો હતો. હોબાળા બાદ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવા છતાં રસોડું ચાલુ રાખવામાં આવતા રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી હતી. 15 દિવસ પહેલા ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત નિકળી હતી 15 દિવસ અગાઉ ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત નીકળી હતી. જેમાં ગ્રાહકનો આક્ષેપ હતો કે હોટેલને ફરિયાદ કરતા જણાવાયું 'આવુ તો થતું રહે'. તેથી ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી.

Vadodara: મીઠાઈમાં જોવા મળી ફૂગ,આરોગ્ય વિભાગ દુકાનદાર સામે પગલા લે તેવી માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કડકબજારની મીઠાઈની દુકાનમાં પેંડામાંથી ફૂગ મળી
  • મીઠાઇમાંથી આવતી હતી તીવ્ર દુર્ગંધ
  • મીઠાઈમાં ફૂગ દેખાતાં ગ્રાહકે કરી ફરિયાદ

જમવાની ચીજવસ્તુઓમાંથી ક્યારેક માખી, ઈયળ, મૃત ગરોળી અને અન્ય વસ્તુઓ નીકળવાનો મામલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ત્યારે વડોદરામાં ફરી એક વખત જમવાની વસ્તુમાંથી ફૂગ મળી આવી છે. શહેરમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી ફૂગ મળી આવી છે.

મીઠાઈમાં ફૂગ દેખાતાં ગ્રાહકે કરી ફરિયાદ

વડોદરાના કડકબજારમાં આવેલી મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદવામાં આવી હતી, જેમાંથી ફૂગ મળી આવી છે. સત્ય નારાયણ ફરસાણ નામની દુકાનમાંથી પેંડા ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી ફૂગ મળી આવી છે. સત્ય નારાયણ ફરસાણ નામની દુકાનમાં મીઠાઈ ખરાબ હાલતમાં જોવા મળી હતી અને ફૂગ વાળી મીઠાઈને લઈ ગ્રાહકે ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરોમાં ફૂડને લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. ત્યારે આ વાતાવરણમાં ફૂડ વિભાગને જાગવું ખુબ જ જરૂરી બન્યું છે.

આરોગ્ય વિભાગ દુકાનદાર સામે પગલા ભરે તેવી માગ

ગ્રાહકનો દીકરો પરીક્ષામાં પાસ થતાં મીઠાઈ વહેંચવા માટે પેંડા ખરીદ્યા હતા પણ ગ્રાહક પુષ્પ કુમાર કોટિયાએ પેંડા લીધા તો અંદર ફૂગ અને દુર્ગંધ મારતી હતી, ત્યારે ગ્રાહકે આરોગ્ય શાખા દ્વારા આવા દુકાનદારો પર કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડી રહેલી મીઠાઈમાં ફૂગ આવી ગઈ હોવા છતાં વેપારીઓ આ મીઠાઈઓ વેચી રહ્યા છે.

અમદાવાદમાં પિત્ઝા અને સુપમાંથી જીવાત નીકળી

અમદાવાદના કાંકરિયાની અંદર ચાલતા મનપસંદ ભાજીપાવ એન્ડ નાસ્તા સેન્ટરમાં પિત્ઝામાંથી પણ જીવાત નીકળી છે. તેમાં પિત્ઝામાંથી કીડા અને સોસમાંથી પણ કાળા રંગની જીવાત નીકળી છે. ત્યારે ગ્રાહકે સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે જે થોડા સમય પહેલા મણિનગરની જાણીતી પુરોહિત રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનમાંથી ઈયળ નીકળતાં હોબાળો મચ્યો હતો. હોબાળા બાદ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવા છતાં રસોડું ચાલુ રાખવામાં આવતા રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી હતી.

15 દિવસ પહેલા ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત નિકળી હતી

15 દિવસ અગાઉ ગાંધીધામની ફન એન્ડ ફૂડ હોટેલના ફૂડમાં જીવાત નીકળી હતી. જેમાં ગ્રાહકનો આક્ષેપ હતો કે હોટેલને ફરિયાદ કરતા જણાવાયું 'આવુ તો થતું રહે'. તેથી ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી.