એક દેશ, એક ચૂંટણી લાગુ થશે તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવશે!

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વન નેશન વન ઇલેક્શન અંગે વધુ માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે. જ્યારે બીજા તબક્કામાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓ થશે. જો આમ થાય તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવી શકે છે. ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે અત્યારે વન નેશન-વન ઈલેક્શનની શક્યતા પ્રમાણે એક દેશ, એક ચૂંટણી લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે. 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. 15 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં એમ પણ કહ્યું છે ચૂંટણીઓમાં બહુ ખર્ચો થાય છે. સાથે જ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન માટે રામનાથ કોવિંદ કમિટીએ કુલ 191 દિવસ કામ કર્યુ છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અવ્યવહારુ ગણાવ્યો હતો. જે અંગે અશ્વિની વૈષ્ણવે પલટવાર કરતા કહ્યું કે વિપક્ષ આંતરિક દબાણ અનુભવવાનું શરૂ કરી શકે છે. કારણ કે સલાહકાર પ્રક્રિયા દરમિયાન પ્રતિક્રિયા આપનારા 80 ટકાથી વધારે લોકોએ વન નેશન વન ઇલેક્શન અંગે પોતાનું સકારાત્મક સમર્થન આપ્યું છે. ખાસ કરીને યુવા વર્ગ આ વન નેશન વન ઇલેક્શનના સૌથી વધારે પક્ષમાં છે. .આ કમિટીના રિપોર્ટ પર દેશભરમાં ચર્ચા થશે. જેમાં હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ સાથે વાતચીત કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રહિતનો નિર્ણયઃ કૃષિ મંત્રી વન નેશન વન ઇલેક્શન પર કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિર્ણયને આવકાર્યો છે. તેમજ જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રહિતનો નિર્ણય છે. કેબિનેટના નિર્ણયથી ફાયદો થશે. વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મજૂરી પર કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું છે. તેમજ વન નેશન વન ઇલેક્શન અંગે ગિરિરાજ સિંહનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે દેશના વિકાસ માટે જરૂરી છે. લો એન્ડ ઓર્ડર માટે જરૂરી છે. 1967 પહેલા વન નેશન વન ઇલેક્શન થતું હતું. કોંગ્રેસનો વિરોધ રાજકીય કારણોસર છે. કોંગ્રેસ દેશની પ્રગતિની દુશ્મન છે.

એક દેશ, એક ચૂંટણી લાગુ થશે તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વન નેશન વન ઇલેક્શન અંગે વધુ માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે. જ્યારે બીજા તબક્કામાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓ થશે. જો આમ થાય તો ગુજરાતમાં ચૂંટણી વર્ષ પહેલા આવી શકે છે.

ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે

અત્યારે વન નેશન-વન ઈલેક્શનની શક્યતા પ્રમાણે એક દેશ, એક ચૂંટણી લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.

32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. 15 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં એમ પણ કહ્યું છે ચૂંટણીઓમાં બહુ ખર્ચો થાય છે. સાથે જ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન માટે રામનાથ કોવિંદ કમિટીએ કુલ 191 દિવસ કામ કર્યુ છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અવ્યવહારુ ગણાવ્યો હતો. જે અંગે અશ્વિની વૈષ્ણવે પલટવાર કરતા કહ્યું કે વિપક્ષ આંતરિક દબાણ અનુભવવાનું શરૂ કરી શકે છે. કારણ કે સલાહકાર પ્રક્રિયા દરમિયાન પ્રતિક્રિયા આપનારા 80 ટકાથી વધારે લોકોએ વન નેશન વન ઇલેક્શન અંગે પોતાનું સકારાત્મક સમર્થન આપ્યું છે. ખાસ કરીને યુવા વર્ગ આ વન નેશન વન ઇલેક્શનના સૌથી વધારે પક્ષમાં છે. .આ કમિટીના રિપોર્ટ પર દેશભરમાં ચર્ચા થશે. જેમાં હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ સાથે વાતચીત કરવામાં આવશે.

વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રહિતનો નિર્ણયઃ કૃષિ મંત્રી

વન નેશન વન ઇલેક્શન પર કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિર્ણયને આવકાર્યો છે. તેમજ જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રહિતનો નિર્ણય છે. કેબિનેટના નિર્ણયથી ફાયદો થશે. વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મજૂરી પર કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું છે. તેમજ વન નેશન વન ઇલેક્શન અંગે ગિરિરાજ સિંહનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે દેશના વિકાસ માટે જરૂરી છે. લો એન્ડ ઓર્ડર માટે જરૂરી છે. 1967 પહેલા વન નેશન વન ઇલેક્શન થતું હતું. કોંગ્રેસનો વિરોધ રાજકીય કારણોસર છે. કોંગ્રેસ દેશની પ્રગતિની દુશ્મન છે.