Vadodara: દેશમાં સોલર ઊર્જાના ઉત્પાદનમાં રાજસ્થાન બાદ ગુજરાત અગ્રેસર રહેશે
ગુજરાત સહિત ભારતમાં 360 દિવસ સૂર્યનો પ્રકાશ રહે છે ત્યારે સૌર ઊર્જા દેશના ઊર્જા ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવશે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ એનર્જીએ અંદાજ મુક્યો છેકે, ભારતમાં સૌર ઊર્જા ઉત્પાદનની ક્ષમતા 748 મે.વો. રહી છે. સૌર ઊર્જાના ઉત્પાદનમાં દેશના મોખરાના ચાર રાજ્યમાં ગુજરાતનો નંબર બીજો આવે છે. પ્રથમ નંબરે રાજસ્થાન, જ્યારે ત્રીજા નંબરે તામિલનાડુ આવે છે.નાણાંકીય વર્ષ 2022માં પણ સૌર ઊર્જા ક્ષમતા ઉમેરવામાં પણ રાજસ્થાન અને ગુજરાત અગ્રેસર રહ્યા હતા. આ ઉપરાંત આ બંને રાજ્યો દ્વારા આગામી વર્ષોમાં સૌર ઊર્જાના ઉત્પાદન માટેના પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. જે ઊર્જા વિસ્તારણમાં મહત્વના છે. રાજસ્થાન 58.1 ગીગાવોટ અને ગુજરાત 19.5 ગીગાવોટના સૌર ઊર્જાના પ્રોજેક્ટ આગામી સમયમાં અમલમાં લાવીને તેમનું સ્થાન વધુ મજબૂત બનાવશે. રાજસ્થાનમાં સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 29.6 ગીગાવોટની છે. જ્યારે સૌર ઊર્જાનું ઉત્પાદન 28.7 બિલિયન યુનિટ્સ થાય છે. આવી જ રીતે ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન સ્થાપિત ક્ષમતા 27.5 ગીગાવોટ છે. જ્યારે સૌર ઊર્જાનું ઉત્પાદન 23.9 બિલિયન યુનિટ્સ થાય છે. તામિલનાડુમાં 21.5 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સામે 20.7 બિલિયન યુનિટ્સ ઉત્પાદન અને કર્ણાટરમાં 18.7 ગીગાવોટ ક્ષમતા સામે 17.7 બિલિયન યુનિટ્સ ઉત્પાદન થાય છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમની સત્તાવાર વેબ સાઇટમાં જણાવ્યા મુજબ રાજ્યમાં 15 મિલિયન ગ્રાહકો છે. 19.65 ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા છે. 3.50 ગીગાવોટ સોલર રૂફ ટોપ ઉત્પાદન છે. જ્યારે સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 13.79 ગીગાવોટ અને પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 11.78 ગીગાવોટ છે. ગ્રીડ કનેક્ટેડ વિન્ડ પાવર માટે ત્રણ કંપની પસંદ કરાઇ જીયુવીએનએલના 200 મે.વો. ગ્રીડ કનેક્ટેડ વિન્ડ પાવરના બિડમાં ત્રણ કંપનીઓ પસંદ થઇ છે. જેમાં જુનિપર ગ્રીન એનર્જી, જેકસન ગ્રીન અને આરઆઇએચ રિન્યુએબલ્સનો સમાવેશ થાયચે. જીયુવીએનએલ દ્વાર ગત જુલાઇ માસમાં 500 મે.વો.નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે પાછળથી ઘટાડીને 200 મે.વો.નું કરાયું હતું. જેનીપરને 50 મે.વો. ના પ્રતિ યુનિટના 3.56, આરઆઇએચ રિન્યુએબલ્સને 40 મે.વો.ના પ્રતિ યુનિટના રૂા.3.59 અને જેકસને 50 મે.વો.ના પ્રતિ યુનિટના રૂા.3.63 બીડમાં ભાવ ભર્યા હતા. આ પ્રોજેક્ટમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ કનેક્ટિંગ અને ટ્રાન્સમિટીગિ નેટવર્ક સેન્ટ્રલ - સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલીટી નેટવર્કનો સમાવેશ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સહિત ભારતમાં 360 દિવસ સૂર્યનો પ્રકાશ રહે છે ત્યારે સૌર ઊર્જા દેશના ઊર્જા ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવશે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ એનર્જીએ અંદાજ મુક્યો છેકે, ભારતમાં સૌર ઊર્જા ઉત્પાદનની ક્ષમતા 748 મે.વો. રહી છે. સૌર ઊર્જાના ઉત્પાદનમાં દેશના મોખરાના ચાર રાજ્યમાં ગુજરાતનો નંબર બીજો આવે છે. પ્રથમ નંબરે રાજસ્થાન, જ્યારે ત્રીજા નંબરે તામિલનાડુ આવે છે.
નાણાંકીય વર્ષ 2022માં પણ સૌર ઊર્જા ક્ષમતા ઉમેરવામાં પણ રાજસ્થાન અને ગુજરાત અગ્રેસર રહ્યા હતા. આ ઉપરાંત આ બંને રાજ્યો દ્વારા આગામી વર્ષોમાં સૌર ઊર્જાના ઉત્પાદન માટેના પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. જે ઊર્જા વિસ્તારણમાં મહત્વના છે. રાજસ્થાન 58.1 ગીગાવોટ અને ગુજરાત 19.5 ગીગાવોટના સૌર ઊર્જાના પ્રોજેક્ટ આગામી સમયમાં અમલમાં લાવીને તેમનું સ્થાન વધુ મજબૂત બનાવશે. રાજસ્થાનમાં સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 29.6 ગીગાવોટની છે. જ્યારે સૌર ઊર્જાનું ઉત્પાદન 28.7 બિલિયન યુનિટ્સ થાય છે. આવી જ રીતે ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન સ્થાપિત ક્ષમતા 27.5 ગીગાવોટ છે. જ્યારે સૌર ઊર્જાનું ઉત્પાદન 23.9 બિલિયન યુનિટ્સ થાય છે. તામિલનાડુમાં 21.5 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સામે 20.7 બિલિયન યુનિટ્સ ઉત્પાદન અને કર્ણાટરમાં 18.7 ગીગાવોટ ક્ષમતા સામે 17.7 બિલિયન યુનિટ્સ ઉત્પાદન થાય છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમની સત્તાવાર વેબ સાઇટમાં જણાવ્યા મુજબ રાજ્યમાં 15 મિલિયન ગ્રાહકો છે. 19.65 ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા છે. 3.50 ગીગાવોટ સોલર રૂફ ટોપ ઉત્પાદન છે. જ્યારે સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 13.79 ગીગાવોટ અને પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 11.78 ગીગાવોટ છે.
ગ્રીડ કનેક્ટેડ વિન્ડ પાવર માટે ત્રણ કંપની પસંદ કરાઇ
જીયુવીએનએલના 200 મે.વો. ગ્રીડ કનેક્ટેડ વિન્ડ પાવરના બિડમાં ત્રણ કંપનીઓ પસંદ થઇ છે. જેમાં જુનિપર ગ્રીન એનર્જી, જેકસન ગ્રીન અને આરઆઇએચ રિન્યુએબલ્સનો સમાવેશ થાયચે. જીયુવીએનએલ દ્વાર ગત જુલાઇ માસમાં 500 મે.વો.નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે પાછળથી ઘટાડીને 200 મે.વો.નું કરાયું હતું. જેનીપરને 50 મે.વો. ના પ્રતિ યુનિટના 3.56, આરઆઇએચ રિન્યુએબલ્સને 40 મે.વો.ના પ્રતિ યુનિટના રૂા.3.59 અને જેકસને 50 મે.વો.ના પ્રતિ યુનિટના રૂા.3.63 બીડમાં ભાવ ભર્યા હતા. આ પ્રોજેક્ટમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ કનેક્ટિંગ અને ટ્રાન્સમિટીગિ નેટવર્ક સેન્ટ્રલ - સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલીટી નેટવર્કનો સમાવેશ થાય છે.