Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જરોદ : વાઘોડીયા તાલુકાનાં જરોદ ગામે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષ મુજબ, જન્માષ્ટમીએ (ગોકુળ આઠમ) મેળો ભરાયો હતો. જેમાં જનમેદની ઊમટી હતી. જરોદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે દ્વારકાધીશ મંદિર, રણછોડજી મંદિરમાં જન્માષ્ઠમી નિમિતે ધાર્મિક પ્રોગ્રામ યોજાયાં હતાં. તેમજ રાત્રે 12 વાગ્યે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે સવારે ડૉ. પ્રવિણ પાઠક દ્વારા ગામના જાગનાથ મહાદેવથી શણગારેલી પાલખીમાં શંકર ભગવાનનું મુખારવિંદ મૂકી ગામમા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી સોસાયટીમાં રણછોડજી મંદિર ખાતે મટકી ફોડવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

