Vadodara : છેલ્લા 5 વર્ષમાં 240 જેટલા ભરતી મેળાઓ થકી 17,000થી વધુ ઉમેદવારોએ રોજગારી મેળવી

Apr 30, 2026 - 23:00
Vadodara : છેલ્લા 5 વર્ષમાં 240 જેટલા ભરતી મેળાઓ થકી 17,000થી વધુ ઉમેદવારોએ રોજગારી મેળવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત સરકારના એન.સી.એસ જોબપોર્ટલ www.ncs.gov.in થકી રોજગાર માટે ઉમેદવારો દેશ અને વિદેશના કોઈ પણ ખુણે રોજગારી મેળવી શકે છે. જેમા વડોદરા જિલ્લામાં વિવિધ માધ્યમથી 1,16,955 યુવાનોને રોજગારી માટેની તકો પ્રાપ્ત થઈ છે. જેમા દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખાસ આયોજીત કુલ-16 ભરતી મેળાના આયોજન થકી 447 દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી માટે સહાયરૂપ બન્યા છે.

જાન્યુઆરી મહિનામાં 6,840 ઉમેદવારોએ ભાગ લીધો

વડોદરા જિલ્લા ખાતે ગત તા.06/01/2025થી તા.15/01/2025 દરમિયાન આર્મી અગ્નિવીર દ્વારા આયોજીત રોજગાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6,840 ઉમેદવારોએ ભાગ લીધા હતો, જેમાંથી 1003 ઉમેદવારો પસંદગી પામ્યા હતા. આ સાથે એક્સ સર્વિસમેન માટે કુલ 02 ભરતી મેળાનું થકી 80 જેટલા નિવૃત સૈનિકોને પણ રોજગારી મળી છે. તા. 27/06/2025થી 01/09/2025 દરમિયાન આયોજીત અગ્નિવીર વાયુ રોજગાર રેલીમાં 2,565 જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 30 પુરુષો અને 03 સ્ત્રીઓ અંતિમ પસંદગી પામ્યા હતા.

41,113 ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

વૈશ્વિક યુગમાં યુવાનોને માત્ર સ્થાનિક નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય તકો અંગે માર્ગદર્શન મળે તે હેતુથી રાજ્યમા અમદાવાદ, વડોદરા, રાજકોટ ખાતે વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર કાર્યરત છે. વડોદરા રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 300 જેટલા સેમિનારનું આયોજન કરી 41,113 ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નાણાકીય વર્ષ 2025-26માં નવેમ્બર-2025 સુધી કુલ 167 સેમિનારનું આયોજન કરી 24,816 ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરા સેન્ટ્રલ દ્વારા કુલ 14 જિલ્લાઓમાં આ પ્રકારના સેમિનાર થકી 19,320 ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે પૈકી વડોદરા, ખેડા, આણંદ અને છોટાઉદેપુર જિલ્લામાં ડિસેમ્બર-2025 સુધી ઓવરસીઝ સેન્ટર દ્વારા 78 સેમિનાર યોજી કુલ 9,860 ઉમેદવારોને સફળતા પુર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Gujarat Foundation Day 2026: સુરતમાં હર્ષ સંઘવીની હાજરીમાં પોલીસના દિલધડક કરતબો, મશાલ પીટી અને 'બસ હાઈજેક' ડેમોએ સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0