"લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!" અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC કચેરીએ હૈયાવરાળ

Apr 30, 2026 - 23:30
"લારી  પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!" અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC કચેરીએ હૈયાવરાળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવી પાંચ સંતાનોનું ગુજરાન ચલાવતા વિધવા આરતીબહેનની લારી AMC દ્વારા જપ્ત કરી લેવાતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા બે મહિનાથી રોજગારી છીનવાઈ જવાથી આ પરિવાર પડોશીઓની મદદ પર નભી રહ્યો છે, જેના કારણે આજે(30 એપ્રિલ) રોષે ભરાયેલા મહિલા પોતાની લારી પરત મેળવવાની માગ સાથે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ દોડી આવ્યા હતા. તંત્રના ઉદાસીન વલણ સામે વિરોધ નોંધાવતા મહિલાએ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જીદ કરી હતી અને રડતી આંખે ન્યાયની આજીજી કરી હતી.

રજૂઆત દરમિયાન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતા મહિલાએ સિસ્ટમ સામે આકરા પ્રહારો કર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0