Vadodara : ગોત્રી વિસ્તારમાં ચક્કાજામ, GMERS હોસ્પિટલ બહાર વાહનોની કિલોમીટરો લાંબી કતારો, ટ્રાફિક અસ્તવ્યસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા ગોત્રી રોડ પર આજે વહેલી સવારથી જ ટ્રાફિકની ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે. ગોત્રી GMERSબહાર મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે વાહન વ્યવહાર અત્યંત ધીમો પડી ગયો છે. આ ટ્રાફિક જામ એટલો ગંભીર છે કે હોસ્પિટલ તરફ જતી અનેક એમ્બ્યુલન્સ પણ રસ્તાની વચ્ચે કલાકો સુધી ફસાઈ ગઈ છે, જેના લીધે ગંભીર દર્દીઓ અને તેમના ચિંતાતુર સ્વજનોને ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ રિપેરિંગના કારણે ટ્રાફિક જામ
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કટોકટીના સમયે ચાલી રહેલા રોડ રિપેરિંગ અને ડેવલપમેન્ટના કામના કારણે આ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર ચાલી રહેલા કામકાજને લીધે માર્ગ સાંકડો બની ગયો છે અને વાહનોની અવરજવરની ગતિ સાવ ધીમી પડી ગઈ છે. ઓફિસ અને સ્કૂલે જવાના પીક અવર્સ દરમિયાન સેંકડો વાહનચાલકો કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી રસ્તા પર અટવાયેલા જોવા મળ્યા હતા.
દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયો હોવાના દ્રશ્યો
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં જ મોટી હોસ્પિટલો આવેલી હોવાથી ઈમરજન્સી મેડિકલ સેવાઓને સૌથી વધુ અસર થઈ છે. એમ્બ્યુલન્સના સાયરન વાગવા છતાં વાહનોને આગળ વધવાની જગ્યા ન મળતા દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગનો કાફલો તાત્કાલિક ગોત્રી રોડ પર દોડી ગયો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરીને અને અટવાયેલા વાહનોને ધીમે-ધીમે આગળ ધપાવીને સ્થિતિને સામાન્ય બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : કરજણ-પાદરા વચ્ચે ઉભેલી આર્ટિગા કારને ટેમ્પોએ ઉડાવી, 3 ના મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

