Vadodara: ગાંધી જયંતિએ ‘ડિજિટલ સત્યાગ્રહ’; UPI ચાર્જ સામે 35 હજાર વેપારીઓ રસ્તા પર, ઓનલાઇન પેમેન્ટ સદંતર બંધ

Oct 2, 2026 - 08:30
Vadodara: ગાંધી જયંતિએ ‘ડિજિટલ સત્યાગ્રહ’; UPI ચાર્જ સામે 35 હજાર વેપારીઓ રસ્તા પર, ઓનલાઇન પેમેન્ટ સદંતર બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાંથી આજના દિવસે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. જો તમે આજે ખરીદી કરવા નીકળી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે ખિસ્સામાં રોકડ રૂપિયા નહીં હોય તો તમારે ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે. વડોદરાના નાના-મોટા અંદાજે 35,000 જેટલા વેપારીઓએ એકસૂરે UPI પેમેન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરી દીધો છે. ગાંધી જયંતિના દિવસે વેપારીઓએ ‘ગાંધી ચીંધ્યા માર્ગે’ ડિજિટલ મનમાની સામે સત્યાગ્રહનું બ્યુગલ ફૂંક્યું છે.

 મફતની ટેવ પાડી હવે વેપારીઓ પર ચાર્જનો બોજ?

વેપારી આલમમાં ઉકળતો ચરૂ ત્યારે બહાર આવ્યો જ્યારે UPI ટ્રાન્ઝેક્શન પર વિવિધ છૂપા ચાર્જિસ અને કમિશન વસૂલવાનું શરૂ કરાયું. વેપારીઓનો સીધો અને સણસણતો આક્ષેપ છે કે, શરૂઆતમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ના નામે કેશલેસ બનવાની ટેવ પાડવામાં આવી. હવે જ્યારે ગ્રાહક અને વેપારી સંપૂર્ણપણે તેના પર નિર્ભર થઈ ગયા છે, ત્યારે કંપનીઓ અને બેંકો દ્વારા તોતિંગ ચાર્જ વસૂલીને નફાખોરી કરવામાં આવી રહી છે. ઓછા માર્જિન પર કામ કરતા સામાન્ય દુકાનદારો માટે આ વધારાનો ચાર્જ સહન કરવો મુશ્કેલ બન્યો છે.

શહેરભરના બજારોમાં માત્ર રોકડ, QR કોડ પર કાગળો ચોંટાડી દેવાયા

માંડવી, રાવપુરા, અલકાપુરીથી લઈને છેવાડાના વિસ્તારો સુધી વેપારી સંગઠનો આ આંદોલનમાં જોડાઈ ગયા છે. દુકાનો, પાનના ગલ્લા અને મોટા શોરૂમ્સ પર લગાવેલા સ્કેનર-QR કોડ ઢાંકી દેવામાં આવ્યા છે અને મોટા અક્ષરે બોર્ડ લગાવી દેવાયા છે: "આજે UPI કે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, માત્ર રોકડ વ્યવહાર ચાલશે."વેપારી આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધી જયંતિનો આ વિરોધ માત્ર શરૂઆત છે. જો સરકાર અને બેંકો આ આકરા ચાર્જિસ તાત્કાલિક પાછા નહીં ખેંચે, તો આ લડત માત્ર વડોદરા પૂરતી સીમિત નહીં રહે પરંતુ સમગ્ર ગુજરાતમાં ડિજિટલ હડતાળનું સ્વરૂપ ધારણ કરશે.

આ પણ વાંચો: Ahmedabad News : હવે પંચવટી ફ્લાયઓવરની ડિઝાઈન વિવાદમાં, મનસ્વી નિર્ણયથી ભયંકર ટ્રાફિક જામની ભીતિ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0