Vadodara : ગળ્યું ખાવાના શોખીનો ચેતજો, લક્ષ્મી ફરસાણની મીઠાઈમાંથી ફૂગ નીકળી
વડોદરામાં લક્ષ્મી ફરસાણની મીઠાઈમાંથી નીકળી ફૂગ. હસમુખ પમારે કોર્પોરેશનની ખોરાક શાખાને જાણ કરી. કોર્પોરેશનની ટીમે ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરી મીઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા.કોર્પોરેશનની ટીમ ફરસાણની દુકાનમાં રહેલ 70 કિલો જેટલા મીઠાઈના જથ્થાનો સ્થળ પર નાશ કર્યો. તેમજ લક્ષ્મી ફરસાણની દુકાનને શિડ્યુલ-4ની નોટિસ આપી.ગ્રાહકની ફરિયાદશહેરમાં રહીશો ફાફડા અને ચોળાફળી જેવા ફરસાણની સાથે જલેબી અને ગુલાબજાબું તેમજ દૂધની બનાવટમાંથી બનેલ મીઠાઈ ખાવાનો પણ શોખ ધરાવે છે. તહેવાર પ્રસંગે અનેક લોકો ફરસાણની દુકાનમાંથી તૈયાર વસ્તુ લાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે એક ગ્રાહક દ્વારા લક્ષ્મી ફરસાણનીની દુકાનની મીઠાઈમાંથી ફૂગ નીકળી હોવાની ફરિયાદ સામે આવી. આ ગ્રાહક જ્યારે લક્ષ્મી ફરસાણ દુકાનમાં મીઠાઈ લેવા ગયા ત્યારે તેમાં ફૂગ જોઈ. મીઠાઈમાં ફૂગ હોવા છતાં ખાદ્યપદાર્થનું વેચાણ કરાતું હોવાથી ગ્રાહકે બેદરકાર દુકાનદારોને લઈને ફરિયાદ કરી. ગ્રાહકે કોર્પોરેશનને માહિતી વડોદરાની લક્ષ્મી ફરસાણની દુકાનમાં નબળી ગુણવત્તાયુકત ખાદ્યપદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આરોગ્ય સાથે ચેડાં થવાની બાબતની ગંભીર ગણાવતા કોર્પોરેશનની ટીમ ફરસાણની દુકાન પર રેડ પાડી. આ રેડમાં દુકાનદારો દ્વારા નબળી ગુણવત્તાના ખાદ્યપદાર્થનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. કોર્પોરેશનની ટીમ 70 કિલો જેટલા મીઠાઈના જથ્થાનનો નાશ કર્યો. મનપાએ ફટકારી નોટીસરાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે. જો કે ઠંડીની વચ્ચે HMPV વાયરસ અને ગુલિયન બેરી વાયરસના વધતા જતા કહેરને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોની ફરિયાદને પગલે કોર્પોરેશન તત્કાલ સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરે છે. શહેરમાં લક્ષ્મી ફરસાણની દુકાન પર મનપાની ટીમે દરોડા પાડી નોટીસ ફટકારતા આસપાસના મીઠાઈ અને ફરસાણ વેચતા દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં લક્ષ્મી ફરસાણની મીઠાઈમાંથી નીકળી ફૂગ. હસમુખ પમારે કોર્પોરેશનની ખોરાક શાખાને જાણ કરી. કોર્પોરેશનની ટીમે ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરી મીઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા.કોર્પોરેશનની ટીમ ફરસાણની દુકાનમાં રહેલ 70 કિલો જેટલા મીઠાઈના જથ્થાનો સ્થળ પર નાશ કર્યો. તેમજ લક્ષ્મી ફરસાણની દુકાનને શિડ્યુલ-4ની નોટિસ આપી.
ગ્રાહકની ફરિયાદ
શહેરમાં રહીશો ફાફડા અને ચોળાફળી જેવા ફરસાણની સાથે જલેબી અને ગુલાબજાબું તેમજ દૂધની બનાવટમાંથી બનેલ મીઠાઈ ખાવાનો પણ શોખ ધરાવે છે. તહેવાર પ્રસંગે અનેક લોકો ફરસાણની દુકાનમાંથી તૈયાર વસ્તુ લાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે એક ગ્રાહક દ્વારા લક્ષ્મી ફરસાણનીની દુકાનની મીઠાઈમાંથી ફૂગ નીકળી હોવાની ફરિયાદ સામે આવી. આ ગ્રાહક જ્યારે લક્ષ્મી ફરસાણ દુકાનમાં મીઠાઈ લેવા ગયા ત્યારે તેમાં ફૂગ જોઈ. મીઠાઈમાં ફૂગ હોવા છતાં ખાદ્યપદાર્થનું વેચાણ કરાતું હોવાથી ગ્રાહકે બેદરકાર દુકાનદારોને લઈને ફરિયાદ કરી.
ગ્રાહકે કોર્પોરેશનને માહિતી વડોદરાની લક્ષ્મી ફરસાણની દુકાનમાં નબળી ગુણવત્તાયુકત ખાદ્યપદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આરોગ્ય સાથે ચેડાં થવાની બાબતની ગંભીર ગણાવતા કોર્પોરેશનની ટીમ ફરસાણની દુકાન પર રેડ પાડી. આ રેડમાં દુકાનદારો દ્વારા નબળી ગુણવત્તાના ખાદ્યપદાર્થનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. કોર્પોરેશનની ટીમ 70 કિલો જેટલા મીઠાઈના જથ્થાનનો નાશ કર્યો.
મનપાએ ફટકારી નોટીસ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે. જો કે ઠંડીની વચ્ચે HMPV વાયરસ અને ગુલિયન બેરી વાયરસના વધતા જતા કહેરને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોની ફરિયાદને પગલે કોર્પોરેશન તત્કાલ સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરે છે. શહેરમાં લક્ષ્મી ફરસાણની દુકાન પર મનપાની ટીમે દરોડા પાડી નોટીસ ફટકારતા આસપાસના મીઠાઈ અને ફરસાણ વેચતા દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો.