Vadodara: કરજણમાં APMC દ્વારા કપાસની ખરીદી આ તારીખે થશે શરૂ, જાણો વિગત
કપાસનું વેચાણ કરવા ઇરછતા ખેડૂતો આ સમાચાર તમારા માટે છે. કરજણમાં APMC દ્વારા 10 ડિસેમ્બરથી કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. 7400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી થશે. CCI દ્વારા કપાસની ખરીદી કરાશે. કપાસ ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.મળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલા કરજણ બજાર સમિતિના માધ્યમથી આગામી 10.12.24ના રોજથી CCI દ્વારા કરજણ બજાર સમિતિ ખાતે કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. CCI દ્વારા 7400 રુપિયા પ્રતિ કિવન્ટલના ભાવે ખેડૂતોનો કપાસ લેવામાં આવશે. કરજણ APMC દ્વારા કપાસ ખરીદીના કેન્દ્રની શરૂઆતની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર કોટ-એલી (cott-ally) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCIની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે.CCI શું છે?ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી પૂરી પાડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કપાસનું વેચાણ કરવા ઇરછતા ખેડૂતો આ સમાચાર તમારા માટે છે. કરજણમાં APMC દ્વારા 10 ડિસેમ્બરથી કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. 7400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી થશે. CCI દ્વારા કપાસની ખરીદી કરાશે. કપાસ ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલા કરજણ બજાર સમિતિના માધ્યમથી આગામી 10.12.24ના રોજથી CCI દ્વારા કરજણ બજાર સમિતિ ખાતે કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. CCI દ્વારા 7400 રુપિયા પ્રતિ કિવન્ટલના ભાવે ખેડૂતોનો કપાસ લેવામાં આવશે. કરજણ APMC દ્વારા કપાસ ખરીદીના કેન્દ્રની શરૂઆતની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર કોટ-એલી (cott-ally) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCIની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે.
CCI શું છે?
ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી પૂરી પાડે છે.