Vadodara : આવતીકાલથી કોર્પોરેશનમાં વહીવટદાર શાસન, મેયર પિંકી સોનીએ ઓફિસ ખાલી કરી

Mar 9, 2026 - 22:00
Vadodara : આવતીકાલથી કોર્પોરેશનમાં વહીવટદાર શાસન, મેયર પિંકી સોનીએ ઓફિસ ખાલી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વ઼ડોદરા મહાનગરપાલિકામાં આવતીકાલથી વહીવટદાર શાસન અમલમાં આવનાર છે. કાર્યકાળ પૂર્ણ થતા મેયર પિંકી સોનીએ મનપા કચેરી ખાલી કરીને સત્તાવાર રીતે વિદાય લીધી હતી. આ પ્રસંગે મનપા કચેરીમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.

 કચેરીમાંથી ભગવાનના ફોટા અને મૂર્તિ સાથે વિદાય લીધી

મેયર પિંકી સોનીએ પોતાના કાર્યકાળ પૂર્ણ થયા બાદ કચેરીમાંથી ભગવાનના ફોટા અને મૂર્તિ સાથે વિદાય લીધી હતી. તેમના વિદાય પ્રસંગે મનપાના અન્ય નગરસેવકો અને મહિલા નગરસેવીકાઓ હાજર રહ્યા હતા અને તેમને શુભેચ્છા આપી હતી. સહકાર્યકરો દ્વારા તેમને વિદાય આપવામાં આવતા વાતાવરણ ભાવુક બન્યું હતું.

મનપાની કારમાં જ કચેરીમાંથી વિદાય લીધી

મેયર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા પિંકી સોનીએ મનપાની કારમાં જ કચેરીમાંથી વિદાય લીધી હતી. આ દરમિયાન અન્ય હોદ્દેદારોએ પણ પોતાની કચેરી ખાલી કરી હતી. હવે વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર નિયુક્ત

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર નિયુક્ત કરવામાં આવે છે, જે આગામી ચૂંટણી સુધી વહીવટી કામગીરી સંભાળે છે. વડોદરા મનપામાં પણ આવતીકાલથી વહીવટદાર દ્વારા પ્રશાસન ચલાવવામાં આવશે. સરકારે શાલિની અગ્રવાલને વહિવટદાર તરીકે નિમુણૂક કરી છે. ચૂંટણી અંગે પણ રાજકીય ચર્ચાઓ તેજ

આ દરમિયાન શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આગામી સમયમાં ચૂંટણીની જાહેરાત થતાં શહેરમાં ફરીથી રાજકીય ગરમાવો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો---    Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0