Vadodaraમા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વસાયેલી સ્પીડબોટ બની શોભાના ગાંઠિયા સમાન

વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્રની બેદરકારી 6થી વધુ સ્પીડ બોટ બની શોભાના ગાંઠિયા સમાન કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવી હતી સ્પીડ બોટ વડોદરા કોર્પોરેશનની મોટી બેદરકારી સામે આવી છે,વરસાદના સમયે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્પીડ બોટ વસાવવામાં આવી હતી પરતું સમય પ્રમાણે આ બોટનો ઉપયોગ થયો નથી,મેન્ટેનન્સ સમયસર ન થતા સ્પીડ બોટની દયનીય હાલત થઈ છે,તો કરોડોના ખર્ચે પૂરગ્રસ્તોની મદદ માટે મંગાવી હતી બોટ. તંત્ર સામે અનેક સવાલો સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન બનતા અનેક સવાલ ઉભા થયા છે.આ બોટ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્રારા વસાવવામાં આવી હતી પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ બોટ શહેરમાં કામ ના લાગી અને એમની એમ પડી રહી,કરોડો રૂપિયાના ખર્ચે બોટ મંગાવવામાં આવી પરંતુ તે શહેરીજનોને કામ ના લાગતા લોકોમાં પણ રોશ જોવા મળ્યો હતો.શહેરમા માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ લોકોનું રેસ્કયૂ થઈ શકયું હોત. શહેરમાંથી પાણી ઓસરવા લાગ્યા વડોદરા શહેરના માથેથી હાલ પુરનું સંકટ ટળ્યું છે.હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ વહી રહી છે,બીજી તરફ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે તો કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે અને બ્રિજને સફાઈ કરવાની કામગીરી કરાઈ રહી છે.આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે.તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નથી પહોંચી.મગરે શ્વાનનો કર્યો શિકાર ધીમે ધીમે પૂરના પાણી ઉતરતા મગરો બહાર નિકળી રહ્યા છે,વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યો છે,વિવિધ વિસ્તારોમાં મગર ફરી રહ્યાં છે,તો વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો રહેલા છે અને પાણી વધતા આ મગરો પણ બહાર નિકળી રહ્યાં છે,હવે શહેરીજનો પણ મગરોથી ત્રસ્ત છે.

Vadodaraમા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વસાયેલી સ્પીડબોટ બની શોભાના ગાંઠિયા સમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્રની બેદરકારી
  • 6થી વધુ સ્પીડ બોટ બની શોભાના ગાંઠિયા સમાન
  • કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવી હતી સ્પીડ બોટ

વડોદરા કોર્પોરેશનની મોટી બેદરકારી સામે આવી છે,વરસાદના સમયે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્પીડ બોટ વસાવવામાં આવી હતી પરતું સમય પ્રમાણે આ બોટનો ઉપયોગ થયો નથી,મેન્ટેનન્સ સમયસર ન થતા સ્પીડ બોટની દયનીય હાલત થઈ છે,તો કરોડોના ખર્ચે પૂરગ્રસ્તોની મદદ માટે મંગાવી હતી બોટ.

તંત્ર સામે અનેક સવાલો

સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન બનતા અનેક સવાલ ઉભા થયા છે.આ બોટ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્રારા વસાવવામાં આવી હતી પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ બોટ શહેરમાં કામ ના લાગી અને એમની એમ પડી રહી,કરોડો રૂપિયાના ખર્ચે બોટ મંગાવવામાં આવી પરંતુ તે શહેરીજનોને કામ ના લાગતા લોકોમાં પણ રોશ જોવા મળ્યો હતો.શહેરમા માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ લોકોનું રેસ્કયૂ થઈ શકયું હોત.


શહેરમાંથી પાણી ઓસરવા લાગ્યા

વડોદરા શહેરના માથેથી હાલ પુરનું સંકટ ટળ્યું છે.હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ વહી રહી છે,બીજી તરફ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે તો કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે અને બ્રિજને સફાઈ કરવાની કામગીરી કરાઈ રહી છે.આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે.તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નથી પહોંચી.

મગરે શ્વાનનો કર્યો શિકાર

ધીમે ધીમે પૂરના પાણી ઉતરતા મગરો બહાર નિકળી રહ્યા છે,વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યો છે,વિવિધ વિસ્તારોમાં મગર ફરી રહ્યાં છે,તો વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો રહેલા છે અને પાણી વધતા આ મગરો પણ બહાર નિકળી રહ્યાં છે,હવે શહેરીજનો પણ મગરોથી ત્રસ્ત છે.