Vadodaraમાં SOGનો સપાટો, બંધ દુકાનમાંથી રૂ.22 લાખનું 1,920 બોટલ કોડીન સિરપ ઝડપાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાકારક પદાર્થોના કાળા કારોબાર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં આવેલા નર્મદાનગરી વિભાગ-3 સામેના પ્રમુખ ફ્લેટ્સની એક બંધ દુકાનમાં SOGની ટીમે દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 16 પેટીઓમાં પેક કરેલી કુલ 1,920 બોટલ નશાકારક 'કોડીન ફોસ્ફેટ સિરપ' મળી આવી હતી. બજારમાં આ ઝડપાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 22 લાખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દરોડા દરમિયાન FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ હાજર રહી હતી અને જરૂરી નમૂના લઈ તપાસ હાથ ધરી હતી.
AC લગાવવાના બહાને ભાડે લીધી હતી દુકાન
પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો અનુસાર, નશાકારક સિરપનો આ મોટો જથ્થો હિમાચલ પ્રદેશથી વડોદરા મંગાવવામાં આવ્યો હતો. દુકાનમાંથી મળી આવેલા ‘સાંઈ લાઈફ કેર’ નામના બિલના આધારે આ પ્રકરણમાં આકાશસિંહ ઠાકોર નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપીએ આશરે 15 થી 20 દિવસ પહેલાં જ આ દુકાન ભાડે રાખી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ દુકાનમાં AC લગાવવાના બહાને દુકાન માલિક પાસેથી ચાવી મેળવી લીધી હતી અને તેનો કોઈ કાયદેસર ભાડા કરાર (Rent Agreement) પણ કરવામાં આવ્યો નહોતો.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, આરોપીની શોધખોળ શરૂ
દુકાનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નશાકારક સિરપનો જથ્થો સંઘારવા માટે કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ થતાં જ ગોરવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપી આકાશસિંહ ઠાકોર પોલીસ પકડથી ફરાર થઈ ગયો છે. વડોદરા SOG અને ગોરવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

