Vadodaraમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, MGVCLએ કરી કડક કાર્યવાહી

Jan 30, 2025 - 19:00
Vadodaraમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, MGVCLએ કરી કડક કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજ‌‍ે 30 જાન્યુઆરીના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને લાખો રૂપિયાની વીજ ચોરી સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વીજ ચોરી કરનારા સામે આકરા પગલા MGVCLની ટીમ દ્વારા લેવામાં આવશે.

આ કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા

MGVCLની ચેકિંગ સ્કવોડ ટીમ દ્વારા માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો દૂધવાલા મહોલ્લો, ચુડીવાલીગલી, છીપવાડ ભટ્રકચેરી, સરસ્યાતળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, અજબડી મીલ, હજરત એપારમેન્ટ, જુનિગઢી, મૉગલવાડા, મટન માર્કેટ, કહાર‌ મોહલ્લા, નિસારબાપૂ પાર્ક, મેમણ કોલોની, સ્લમકવૉટસ જહાંગીરપુરા, ગોયગેટ, વી.એસ.યુ.પી. આવાસ સોમા તળાવ પાસે, મહાવત ફળિયું, પંજરીગર મહોલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફ નગર, હાથી ખાના, નવાપૂરા, મહબૂબપુરા, ખારવા વાડ, કહાર મહોલ્લો અને કેવડા બાગ જેવા વિસ્તારોમાં કુલ 1,222 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનું પુરવણી બીલ બનશે તેવું જાણવા મળ્યું છે.

ધંધૂકાના 15 ગામમાં 97 વીજ જોડાણોમાંથી વીજ ચોરી પકડાઈ હતી

તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ ધંધૂકા યુજીવીસીએલ અને વિઝીલિયન્સ દ્વારા તાલુકામાં વીજ ચોરો પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ ટીમે 15 ગામમાં વીજ ચેકીંગ કર્યું હતું. જેમાં 97 વીજ કનેક્શનમાં ચોરી પકડાઈ હતી અને વીજ ચોરોને કુલ રૂપિયા 52 લાખનો માતબર દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. ધંધૂકા યુજીવીસીએલ અને વિજિલિયન્સ દ્વારા સંયુક્ત રીતે તાલુકાના છસિયાણા, છારોડીયા, વાગડ, મોરશિયા, પડાણા, અણિયાળી, ગુંજાર સહિત કુલ 15 ગામમાં વીજ કંપનીના અધિકારીઓની 12 ઉપરાંત ટીમો બનાવી 45 વાહન સાથે વ્યાપક દરોડાઓ પાડયા હતા. જેમાં કુલ 1500 જેટલા વીજ કનેક્શનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેમાં વીજ ચોરી કરતા 97 વીજ મીટર મળી આવ્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0