Vadodaraમાં દારૂની ચાલુ મહેફિલમાં પોલીસ ત્રાટકી, 11 નશેડીઓ હતા નશાની મોજમાં

Feb 10, 2025 - 14:00
Vadodaraમાં દારૂની ચાલુ મહેફિલમાં પોલીસ ત્રાટકી, 11 નશેડીઓ હતા નશાની મોજમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે,જેમાં દારૂની મહેફિલ માણતા 11 નશેડીઓને પોલીસે ઝડપી પાડયા છે,નવલખી મેદાનમાં ખુલ્લામાં 11 નશેડીઓ દારૂની મહેફિલ માણતા હતા ત્યારે રાવપુરા પોલીસે 11 આરોપીઓને ઝડપી ગુનો નોંધ્યો છે,કયા બુટલેગર પાસેથી દારૂ લાવ્યા તે દિશામાં પોલીસે પૂછપરછ કરી છે,અને રાવપુરા પોલીસે વધુ તપાસ આદરી છે.

દારૂની મહેફિલ માણતા 11 નશેડીઓ ઝડપાયા

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 11 નશેડીઓ ઝડપાયા છે,જેમાં પોલીસને બાતમી હતી કે ખુલ્લા મેદાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે,તે જ સમયે પોલીસ ત્રાટકી અને તમામ લોકોની મેદાનમાંથી ધરપકડ કરી હતી,મહેફિલ કરનાર તમામ લોકો વડોદરાના અલગ-અલગ વિસ્તારના છે અને એક સાથે દારૂ પીવા માટે ભેગા થયા હોવાની વાત સામે આવી છે.પોલીસે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ પણ કરાયા છે અને તમામ લોકોએ દારૂનો નશો કર્યો હોવાની વાત સામે આવી છે.

અઠવાડિયા પહેલા જિલ્લા ગ્રામ્ય પોલીસે પણ ઝડપ્યો દારૂ

વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશનના કેસો શોધવા માટે સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરમિયાન તાજેતરમાં નાઇટ પેટ્રોલીંગમાં તૈનાત ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ જવામાં આવી રહ્યો છે. આ કન્ટેનર ગોધરાથી વડોદરા થઇને અમદાવાદ તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમોએ એક્સપ્રેસ વે ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીથી મળતું આવતું કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાંથી ડ્રાઇવર સુનિલસિંગ કમલસિંગ ભક્તરામસિંગ (રહે. ઇમસોરા - 1, જમ્બુ કાશ્મીર) અને કાદીરખાન રહીમબક્સ ચૌહાણ (રહે. મહંમદપુર, હરીયાણા) મળી આવ્યા હતો.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0