Vadodaraમાં કાઉન્સિલરની કોર્પોરેશનમં રજૂઆત, ગટરોના ઢાંકણમાં લોલમલોલ..
વડોદરામાં ગટરો પર લગાવવામાં આવતા ઢાંકણામાં લોમલોલ..ચાલતી હોવાની ફરિયાદ ઉઠી. શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરોમાં લગાવતા મોંઘાદાટ ઢાંકાણા થોડા જ વરસાદમાં તૂટી જતા કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશ્નરને કૌભાંડની આશંકાની રજૂઆત કરી.મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ કરવા સહિત જરૂર પડે પગલા ભરવા પણ હૈયાધારણા આપી હતી.કોર્પોરેશનને રજૂઆતકોર્પોરેશન દ્વારા વર્ષોથી વરસાદી કાંસ અને ગટર લાઇન ઉપર પહેલા બીડ અને લોખંડના ઢાંકણો ફીટ કરવામાં આવતા હોય છે.પરંતુ સમય બદલાતા હવે કોર્પોરેશન દ્વારા આરસીસી અને સિમેન્ટના બનેલા ઢાંકણો ફીટ કરવાની શરૂઆત કરવામાં આવી. અને તેમાં પણ મોટા પાયે ઢાંકણો તૂટતા હોવાની ફરિયાદ બાદ સ્થાયી સમિતિ દ્વારા ફાઇબરના ઢાંકણોનું કામ મંજૂર કરાયું હતું જેમાં પ્રત્યેક ઢાકણ ૭ થી અંદાજે સાતથી આઠ હજારની કિંમતનું ઢાંકણ ખરીદવાનો મંજૂર કરાયું હતું. ગટરના ઢાંકણામાં કૌભાંડસ્થાયી સમિતિની મંજૂરી બાદ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં ફાઇબરના મજબૂત ઢાંકણો ખરીદવાનો શરૂ કરાયું હતું અને તેને ફીટ કરાયા બાદ પણ ફરિયાદો યથાવત રહેવા પામી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં ફીટ કરેલા ફાઇબરના ઢાંકણો પણ તૂટવાની શરૂઆત થઈ હતી જેને પગલે સમગ્ર બાબત થાય સમિતિના સભ્ય બંધીશ શાહના ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તૂટેલા ઢાંકણના વિડીયો સાથે રજૂઆત કરી હતી અને તેના સ્પેસિફિકેશન મુજબ જો ના હોય અને વારંવાર આટલા મોંઘા ભાવના ઢાંકણો તૂટતા હોય તો ઇજાનદાર સામે પગલા ભરી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે પણ થાળી સમિતિના સભ્યોને એક સપ્તાહની અંદર સમગ્ર પ્રકરણની તપાસ કરાવી જરૂરી પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું.વિપક્ષ નેતાનો આક્ષેપકોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોની આખરી ઝાટકણી કાઢી મોંઘાદાટ ગટરના ઢાંકાણામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. શહેરમાં અનેક જગ્યાઓ પર તંત્ર દ્વારા કાંસની ગટરો ઉપર જરૂરિયાત પ્રમાણે ફાઈબર તેમજ સિમેન્ટના ઢાંકણા ફીટ કરવામાં આવતા હોય છે. પરંતુ થોડા જ વરસાદમાં આવા મોંઘાદાટ ઢાંકણા તૂટી જતાં પ્રજાના પૈસા વેડફાયા હોવાનું ફરિયાદ ઉઠતાં કાઉન્સિલરે રજૂઆત કરતાં મ્યુનિસિપલ કમિશ્નરને સમગ્ર મામલાની તપાસની હૈયાધારણ આપી.
![Vadodaraમાં કાઉન્સિલરની કોર્પોરેશનમં રજૂઆત, ગટરોના ઢાંકણમાં લોલમલોલ..](https://epapercdn.sandesh.com/images/2025/02/08/seGqpwKFE0W0ZSXsCBa9P3OFbVtx9aGtbYCZC9Ut.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ગટરો પર લગાવવામાં આવતા ઢાંકણામાં લોમલોલ..ચાલતી હોવાની ફરિયાદ ઉઠી. શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરોમાં લગાવતા મોંઘાદાટ ઢાંકાણા થોડા જ વરસાદમાં તૂટી જતા કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશ્નરને કૌભાંડની આશંકાની રજૂઆત કરી.મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ કરવા સહિત જરૂર પડે પગલા ભરવા પણ હૈયાધારણા આપી હતી.
કોર્પોરેશનને રજૂઆત
કોર્પોરેશન દ્વારા વર્ષોથી વરસાદી કાંસ અને ગટર લાઇન ઉપર પહેલા બીડ અને લોખંડના ઢાંકણો ફીટ કરવામાં આવતા હોય છે.પરંતુ સમય બદલાતા હવે કોર્પોરેશન દ્વારા આરસીસી અને સિમેન્ટના બનેલા ઢાંકણો ફીટ કરવાની શરૂઆત કરવામાં આવી. અને તેમાં પણ મોટા પાયે ઢાંકણો તૂટતા હોવાની ફરિયાદ બાદ સ્થાયી સમિતિ દ્વારા ફાઇબરના ઢાંકણોનું કામ મંજૂર કરાયું હતું જેમાં પ્રત્યેક ઢાકણ ૭ થી અંદાજે સાતથી આઠ હજારની કિંમતનું ઢાંકણ ખરીદવાનો મંજૂર કરાયું હતું.
ગટરના ઢાંકણામાં કૌભાંડ
સ્થાયી સમિતિની મંજૂરી બાદ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં ફાઇબરના મજબૂત ઢાંકણો ખરીદવાનો શરૂ કરાયું હતું અને તેને ફીટ કરાયા બાદ પણ ફરિયાદો યથાવત રહેવા પામી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં ફીટ કરેલા ફાઇબરના ઢાંકણો પણ તૂટવાની શરૂઆત થઈ હતી જેને પગલે સમગ્ર બાબત થાય સમિતિના સભ્ય બંધીશ શાહના ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તૂટેલા ઢાંકણના વિડીયો સાથે રજૂઆત કરી હતી અને તેના સ્પેસિફિકેશન મુજબ જો ના હોય અને વારંવાર આટલા મોંઘા ભાવના ઢાંકણો તૂટતા હોય તો ઇજાનદાર સામે પગલા ભરી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે પણ થાળી સમિતિના સભ્યોને એક સપ્તાહની અંદર સમગ્ર પ્રકરણની તપાસ કરાવી જરૂરી પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું.
વિપક્ષ નેતાનો આક્ષેપ
કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોની આખરી ઝાટકણી કાઢી મોંઘાદાટ ગટરના ઢાંકાણામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. શહેરમાં અનેક જગ્યાઓ પર તંત્ર દ્વારા કાંસની ગટરો ઉપર જરૂરિયાત પ્રમાણે ફાઈબર તેમજ સિમેન્ટના ઢાંકણા ફીટ કરવામાં આવતા હોય છે. પરંતુ થોડા જ વરસાદમાં આવા મોંઘાદાટ ઢાંકણા તૂટી જતાં પ્રજાના પૈસા વેડફાયા હોવાનું ફરિયાદ ઉઠતાં કાઉન્સિલરે રજૂઆત કરતાં મ્યુનિસિપલ કમિશ્નરને સમગ્ર મામલાની તપાસની હૈયાધારણ આપી.