Vadodara:ભૂ-માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી મામ.ને આવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરાયો છે.
આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય છે. તેને ઉજાગર કરે છે અને આદિવાસીઓનો અવાજ બને છે. જેમાં ભૂ-માફ્યિા આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર રચીને ખોટી રીતે ફ્સાવીને પરેશાન કરે છે. અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનોને ફ્સાવે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા અને કવાંટ તાલુકામાં બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા ભૂ-માફ્યિા જે સરકારી તિજોરીને નુકશાન કરે છે. રોયલ્ટી વગર ખનીજની મોટા પાયે હેરાફેરી કરે છે. અગાઉ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ છે.વિસ્તારમાં રહીને પ્રકૃતિને ગેરકાયદે નુકશાન કરતા અને આદિવાસી વિરૂદ્ધની માનસિકતા ધરાવતા ભૂ-માફ્યિા વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને સજાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જે અંગે નસવાડી મામલતદાર વિરાજસિંહ દ્વારા જણાવ્યું હતું કે ગેરકાયદે માટી ખનન કરતા ભૂ-માફ્યિા દ્વારા ખોટી FIR દાખલ કરાવનારાઓ વિરુદ્ધ આદિવાસી સંગઠનોએ રજૂઆત કરી છે. હું આ આવેદનપત્રને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને ફોરવર્ડ કરીશ.
ભૂ-માફિયાઓને જેલમા પૂરી દેવા સમસ્ત આદિવાસી એક્ત મહાસંઘની માગ
સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ પ્રમુખ ભીલ ટીનાભાઈના જણાવ્યા મુજબ, આદિવાસીઓ જળ, જંગલ અને જમીનનું જતન કરતા આવ્યા છે. એ જળ, જંગલ અને જમીનમાંથી માટી ચોરો જે છે. એ માટી ચોરીને જતા હોય છે. તેને રોકવાનું કામ આદિવાસી કરે છે. સરકાર દ્વારા આ ભૂ-માફ્યિા વિરુદ્ધ કાર્યવાહી કરી જેલમાં પુરવા અમારી માંગ છે.
What's Your Reaction?






