Ahmedabad News : આજથી વિક્રમ સંવત 2082ના નવા વર્ષની શરૂઆત, નવા વર્ષે અમદાવાદીઓએ નગરદેવીના કર્યા દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નગરદેવી એટલે ભદ્રકાળી માં અને માતાના દર્શન કરવા માટે વહેલી સવારથી ભકતોએ લાઈનો લગાવી છે, વહેલી સવારથી માતાના આશીર્વાદ લેવા ભકતો ઉમટી રહ્યા છે, સાથે સાથે નવરાત્રિના સમયે પણ ભકતો દર્શન કરવા માટે ભદ્રકાળી મંદિરે આવતા હોય છે, ભદ્રકાળી મંદિરના દેવી ચમત્કારિક છે અને લોકોની આસ્થા પણ જોડાયેલી છે.
1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે
ભદ્રકાળી મંદિરની સ્થાપના એહમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી નગરની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમ્યાન મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું.
માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી
આજે જે જગ્યા પર મંદિર છે તે બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું. મોગલો દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી જે જગ્યા એ આજે મંદિર છે.
What's Your Reaction?






