Vadodaraના ભાયલીમાં ગેંગરેપ બાદ પોલીસ જાગી, 4 જગ્યાઓ પર બનાવાશે પોલીસ ચોકી

વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટના બાદ પોલીસ જાગી છે.તાલુકા પોલીસ મથક હદમાં ચોકી બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે,4 જગ્યાએ દિવાળી પહેલા ચોકી બનાવવા કવાયત કરવામાં આવશે.આ પોલીસ ચોકીમાં 24 કલાક પોલીસ કર્મચારીઓ રહેશે હાજર,ભાયલી, સમિયાલા ટીપી રોડ,રવિભાન ચોકડી અને મહાપુરાણ રોડ પર બનશે ચોકી.શિફટ પ્રમાણે પોલીસ કરશે નોકરી ભાયલીમાં ગેંગરેપ બાદ પોલીસ સક્રિય થઈ છે,જે જગ્યાએ આ ઘટના બની હતી તેની આસપાસના અવાવરૂ વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવામાં આવશે,સાથે સાથે તાલુકા પોલીસ મથકની હદમાં આ ચોકી બનાવવામાં આવશે,મહત્વનું છે કે શિફટ પ્રમાણે આ નોકરી કરવામાં આવશે તેમજ પોલીસની સાથે જીઆરડી જવાનો પણ હાજર રહેશે અને ફરજ બજાવશે.આ ચોકીને બંધ કરવામાં નહી આવે પરંતુ જવાનો અલગ-અલગ શિફટ પ્રમાણે 24 કલાક નોકરી કરશે. જગ્યા શોધવા માટે શરૂ કરી કવાયત સમગ્ર ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને અવાવરૂ વિસ્તાર કે જગ્યાઓની આસપાસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે,મહત્વનું છે કે કોર્પોરેશનની જે જગ્યાઓ પડી છે તેની પર આ ચોકી બને તેને લઈ પોલીસે કવાયત કરી છે.ફરીથી કોઈ ઘટના બને નહી તેને લઈ અગમચેતીના ભાગરૂપે આ ચોકી બનાવવામાં આવશે ત્યારે આગળના દિવસોમાં ચોકી બનાવીને ત્યાં આગળ પોલીસ પોઈન્ટ પણ બનાવવામાં આવશે અને આરોપીઓ પર નજર રાખવામાં આવશે. જાણો પોલીસ અધિકારીએ શું કહ્યું જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે,આ ચોકીમાં એક મહિલા પોલીસ સહિત છ પોલીસ જવાનો હાજર રહેશે.આ વિસ્તારમાં આ ચોકીમાં પોલીસ જવાનો પાસે આધુનિક ટોર્ચ રહેશે જે 500 મીટરના અંતરે પણ રાતના સમયે જોઈ શકે.આ અંગે વડોદરા મહાનગર પાલિકા અને વડોદરા જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે પણ બેઠક કરાઈ હતી.  

Vadodaraના ભાયલીમાં ગેંગરેપ બાદ પોલીસ જાગી, 4 જગ્યાઓ પર બનાવાશે પોલીસ ચોકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટના બાદ પોલીસ જાગી છે.તાલુકા પોલીસ મથક હદમાં ચોકી બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે,4 જગ્યાએ દિવાળી પહેલા ચોકી બનાવવા કવાયત કરવામાં આવશે.આ પોલીસ ચોકીમાં 24 કલાક પોલીસ કર્મચારીઓ રહેશે હાજર,ભાયલી, સમિયાલા ટીપી રોડ,રવિભાન ચોકડી અને મહાપુરાણ રોડ પર બનશે ચોકી.

શિફટ પ્રમાણે પોલીસ કરશે નોકરી

ભાયલીમાં ગેંગરેપ બાદ પોલીસ સક્રિય થઈ છે,જે જગ્યાએ આ ઘટના બની હતી તેની આસપાસના અવાવરૂ વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવામાં આવશે,સાથે સાથે તાલુકા પોલીસ મથકની હદમાં આ ચોકી બનાવવામાં આવશે,મહત્વનું છે કે શિફટ પ્રમાણે આ નોકરી કરવામાં આવશે તેમજ પોલીસની સાથે જીઆરડી જવાનો પણ હાજર રહેશે અને ફરજ બજાવશે.આ ચોકીને બંધ કરવામાં નહી આવે પરંતુ જવાનો અલગ-અલગ શિફટ પ્રમાણે 24 કલાક નોકરી કરશે.

જગ્યા શોધવા માટે શરૂ કરી કવાયત

સમગ્ર ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને અવાવરૂ વિસ્તાર કે જગ્યાઓની આસપાસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે,મહત્વનું છે કે કોર્પોરેશનની જે જગ્યાઓ પડી છે તેની પર આ ચોકી બને તેને લઈ પોલીસે કવાયત કરી છે.ફરીથી કોઈ ઘટના બને નહી તેને લઈ અગમચેતીના ભાગરૂપે આ ચોકી બનાવવામાં આવશે ત્યારે આગળના દિવસોમાં ચોકી બનાવીને ત્યાં આગળ પોલીસ પોઈન્ટ પણ બનાવવામાં આવશે અને આરોપીઓ પર નજર રાખવામાં આવશે.

જાણો પોલીસ અધિકારીએ શું કહ્યું

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે,આ ચોકીમાં એક મહિલા પોલીસ સહિત છ પોલીસ જવાનો હાજર રહેશે.આ વિસ્તારમાં આ ચોકીમાં પોલીસ જવાનો પાસે આધુનિક ટોર્ચ રહેશે જે 500 મીટરના અંતરે પણ રાતના સમયે જોઈ શકે.આ અંગે વડોદરા મહાનગર પાલિકા અને વડોદરા જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે પણ બેઠક કરાઈ હતી.