Unjha APMCની ચૂંટણી, ભાજપે મેન્ડેટ આપ્યા છતાં ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉંઝા APMCની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં ભાજપે મેન્ડેટ આપ્યા છતાં ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ જામી છે,MLA અને પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને ઉતર્યુ છે,ત્રણેય ભાજપના આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી છે,વર્ચસ્વ માટે પક્ષના વિરુદ્ધ નેતાઓની ઉમેદવારી છે,મેન્ડેટમાં ત્રણેય જૂથને સાચવવા ભાજપે કર્યો હતો પ્રયાસ પરંતુ ખેડૂત વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોને મેન્ડેટ છે જેમાં 20માંથી 10 ઉમેદવારે હજુ ભાજપને ટેકો જાહેર કર્યો નથી.
વેપારી વિભાગમાં 10 બેઠક માટે 15 ઉમેદવારો
મેન્ડેટ વિનાના 5 ઉમેદવારોને મનાવવામાં ભાજપ નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે.વિવાદ વચ્ચે વેપારી વિભાગ માટે ભાજપની ચૂંટણીસભા નારાજ પૂર્વ વાઇસ ચેરમેનનો મેન્ડેટ ઉમેદવારને ટેકો આપ્યો છે,મેન્ડેટ કપાતા અરવિંદ પટેલે આપ્યું હતું રાજીનામું તો મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે તેવો ભાજપનો દાવો છે,આ મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,APMC ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઠરશે તેમજ લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે,ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસ અમારી તરફથી છે તો બીજી તરફ ચૂંટણી ના યોજાય ત્યાં સુધી જૂથબંધી ન કહી શકાય તેવું તેમનું કહેવું છે.ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મામલો જિલ્લા પ્રમુખ પાસે પહોચ્યો છે.પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે.કે.પટેલ સાથે કમલમમાં થઈ ચર્ચા.
ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પૂરી
ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બેથી ત્રણ ગ્રૂપમાં પડાપડી થઈ છે. વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા ત્યારે 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેમાંથી ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ મોદાનમાં ઉતર્યા છે.
ચિત્ર સ્પષ્ટ નહીં થતાં સટ્ટા બજાર પણ અસમંજસમાં
ચૂંટણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં વેપારી વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ છે,નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેડ વાળા ઉમેદવારોને ટેકો આપ્યો છે સાથે સાથે ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેડ વાળા ઉમેદવારો જીતશે તેવું ગિરીશ રાજગોરનું કહેવું છે,જેને મેન્ટેડ અપાયા તેવા ત્રણ ઉમેદવારો પણ સભામાં ગેરહાજર , તેમને બાદમાં મળીશું તેમજ મેન્ડેડ વાળી 15 સીટો ભાજપ પાસે જ હશે સાથે સાથે અત્યાર સુધી છ ઉમેદવારોએ મેન્ડેડ વાળા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે.
What's Your Reaction?






