Umrethના ભાલેજ પોલીસ મથકમાં ગ્રામજનોનો હોબાળો, બ્રિજની કામગીરી મુદ્દે રોષ

ઉમરેઠના ભાલેજ પોલીસ મથક ખાતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. બ્રિજની કામગીરીને લઈને ભાલેજ ગામમાં ડાઈવર્ઝન આપવામાં આવ્યું. ગામમાં ડાયવર્ઝન અપાતા ભારે વાહનોની અવર-જવર વધી. જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોલીસે ગામના વાહનચાલકો સામે કાર્યવાહી કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો. હોબાળાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. બ્રિજની કામગીરીને લઈને રોષભાલેજ ગામ પાસે બ્રિજની કામગીરી શરૂ થઈ છે. બ્રિજના કામને લઈને લાંબા સમયથી ગામમાં ભારે વાહનોની અવર-જવર વધી છે. ભારે વાહનો ગામમાંથી પસાર થતાં મકાનોને નુકસાન થાય છે. તેમજ ગામમાંથી બહાર નીકળતાં પણ રોજ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક ભારે વાહનોના કારણે ઉડતી ધૂળ ગામના લોકો માટે મોટી સમસ્યાનું કારણ બને છે. આખો દિવસ અવર-જવર કરતાં ભારે વાહનના કારણે બહાર રમતા બાળકો તેમજ શાળાએ જતા બાળકોને અકસ્માત થવાનો ભય રહે છે. આથી જ ગ્રામજનોએ પોલીસમાં બ્રિજની કામગીરીને લઈને રોષ વ્યક્ત કરતાં ફરિયાદ કરી. પોલીસનો ચુસ્ત બંદોબસ્તગઈકાલે ભાલેજ બ્રિજની કામગીરીને લઈ થતી સમસ્યાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ ભાલેજ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. બ્રીજની સમસ્યાને લઈને ગ્રામજનોએ માંગ કરી કે ગામમાંથી પસાર થતાં ભારે વાહનો પર રોક લગાવવામાં આવે.બ્રિજની કામગીરીને લઈ ગામમાં ડાઈવર્ઝન અપાયું છે તે બદલવામાં આવે. દરમ્યાન પોલીસ દ્વારા ગામના જ વાહનચાલકોને રોકવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું. સઓજી,એલસીબી ઉમરેઠ,ખંભોળજ પોલીસના ભાલેજ ખાતે બંદોબસ્તમાં છે.ગ્રામજનોના હોબાળને પગલે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાભરની પોલીસ ગોઠવી દેવામાં આવી.

Umrethના ભાલેજ પોલીસ મથકમાં ગ્રામજનોનો હોબાળો, બ્રિજની કામગીરી મુદ્દે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉમરેઠના ભાલેજ પોલીસ મથક ખાતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. બ્રિજની કામગીરીને લઈને ભાલેજ ગામમાં ડાઈવર્ઝન આપવામાં આવ્યું. ગામમાં ડાયવર્ઝન અપાતા ભારે વાહનોની અવર-જવર વધી. જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોલીસે ગામના વાહનચાલકો સામે કાર્યવાહી કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો. હોબાળાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

બ્રિજની કામગીરીને લઈને રોષ

ભાલેજ ગામ પાસે બ્રિજની કામગીરી શરૂ થઈ છે. બ્રિજના કામને લઈને લાંબા સમયથી ગામમાં ભારે વાહનોની અવર-જવર વધી છે. ભારે વાહનો ગામમાંથી પસાર થતાં મકાનોને નુકસાન થાય છે. તેમજ ગામમાંથી બહાર નીકળતાં પણ રોજ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક ભારે વાહનોના કારણે ઉડતી ધૂળ ગામના લોકો માટે મોટી સમસ્યાનું કારણ બને છે. આખો દિવસ અવર-જવર કરતાં ભારે વાહનના કારણે બહાર રમતા બાળકો તેમજ શાળાએ જતા બાળકોને અકસ્માત થવાનો ભય રહે છે. આથી જ ગ્રામજનોએ પોલીસમાં બ્રિજની કામગીરીને લઈને રોષ વ્યક્ત કરતાં ફરિયાદ કરી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગઈકાલે ભાલેજ બ્રિજની કામગીરીને લઈ થતી સમસ્યાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ ભાલેજ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. બ્રીજની સમસ્યાને લઈને ગ્રામજનોએ માંગ કરી કે ગામમાંથી પસાર થતાં ભારે વાહનો પર રોક લગાવવામાં આવે.બ્રિજની કામગીરીને લઈ ગામમાં ડાઈવર્ઝન અપાયું છે તે બદલવામાં આવે. દરમ્યાન પોલીસ દ્વારા ગામના જ વાહનચાલકોને રોકવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું. સઓજી,એલસીબી ઉમરેઠ,ખંભોળજ પોલીસના ભાલેજ ખાતે બંદોબસ્તમાં છે.ગ્રામજનોના હોબાળને પગલે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાભરની પોલીસ ગોઠવી દેવામાં આવી.