Top News for November 10 : ગુજરાતમાં વિક્રમ સંવત 2083ના નવા વર્ષની ઉજવણી, મંદિરોમાં અન્નકૂટ અને દર્શન માટે રહેશે ભીડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતભરમાં આજે વિક્રમ સંવત 2083ના નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ‘સાલ મુબારક’ કહેશે. રાજ્યનાં વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ ઉમટશે.
જગન્નાથ મંદિરમાં આરતી અને પૂજા
અમદાવાદના જગન્નાથ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે વિશેષ આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવશે. ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે.
અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને આવતીકાલે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પંચદેવ મંદિરે દર્શન કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે 7:00 વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ તેઓ નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પણ દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરશે.રાજ્યનાં મંદિરોમાં અન્નકૂટ અને દર્શન માટે ભીડ
નવા વર્ષ નિમિત્તે ઇસ્કોન મંદિર, ભદ્રકાળી મંદિર, ડાકોર, અંબાજી, ગીર સોમનાથ, શામળાજી, પાવાગઢ, દ્વારકા, ઊંઝા અને સાળંગપુર સહિતનાં મંદિરોમાં અન્નકૂટનાં દર્શનનું આયોજન કરવામાં આવશે. વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે.
આ પણ વાંચો : Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

