Thangadh: પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાના શ્રીગણેશ

થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ છે. જેમાં સોમવારથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે. પરંતુ પ્રથમ બે દિવસ 42, બીજા દિવસે 47 અને ત્રીજા દિવસે 43 એમ કુલ 132 ફોર્મનું વિતરણ થયુ છે. થાન પાલિકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે ફોર્મ ભરાવાના શ્રીગણેશ થયા છે.જેમાં વોર્ડ નં. 4માં અપક્ષ ઉમેદવાર તરીકે એક મહિલાએ ફોર્મ ભર્યુ છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે આપએ પણ ઝુકાવતા ત્રિ-પાંખિયો રસાકસીભર્યો જંગ ખેલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. થાન પાલિકામાં બે વર્ષના વહીવટદાર શાસન બાદ અંતે સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ છે. જેમાં ગત તા. 27મીથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચુકી છે. તા. 1લી ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે થાન પાલીકાની ચૂંટણીમાં પ્રથમ દિવસે 42, બીજા દિવસે 47 અને ત્રીજા દિવસે 43 એમ કુલ 132 ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. પ્રથમ 2 દિવસ એકપણ ફોર્મ ભરાયા ન હતા. જયારે ત્રીજા દિવસે બુધવારે થાન પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાના શ્રીગણેશ થયા છે. જેમાં પાલિકાના વોર્ડ નં. 4માં મહિલા ઉમેદવાર ચૌહાણ બાલુબેન નારણભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ ખેલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગત તા. 26મી જાન્યુઆરીએ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા અને દરેક વોર્ડની દરેક બેઠક પર ઝંપલાવશે તેવુ આયોજન કરાયુ હતુ. ત્યારે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આપએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા હવે ત્રિ-પાંખીયો જંગ ખેલાનાર છે. બીજી તરફ થાન મામલતદાર કચેરી ખાતે ચૂંટણીને લઈને બુધવારે સાંજે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આચારસંહિતાના અમલીકરણ, સ્ટ્રોંગરૂમ, મગ ગણતરી કેન્દ્ર, પ્રતીકની ફાળવણી, રેલી માટે મંજૂરી સહિતની બાબતે ચર્ચા કરાઈ હતી.

Thangadh: પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાના શ્રીગણેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ છે. જેમાં સોમવારથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે. પરંતુ પ્રથમ બે દિવસ 42, બીજા દિવસે 47 અને ત્રીજા દિવસે 43 એમ કુલ 132 ફોર્મનું વિતરણ થયુ છે. થાન પાલિકાની ચૂંટણીમાં ત્રીજા દિવસે ફોર્મ ભરાવાના શ્રીગણેશ થયા છે.

જેમાં વોર્ડ નં. 4માં અપક્ષ ઉમેદવાર તરીકે એક મહિલાએ ફોર્મ ભર્યુ છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે આપએ પણ ઝુકાવતા ત્રિ-પાંખિયો રસાકસીભર્યો જંગ ખેલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

થાન પાલિકામાં બે વર્ષના વહીવટદાર શાસન બાદ અંતે સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ છે. જેમાં ગત તા. 27મીથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચુકી છે. તા. 1લી ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે થાન પાલીકાની ચૂંટણીમાં પ્રથમ દિવસે 42, બીજા દિવસે 47 અને ત્રીજા દિવસે 43 એમ કુલ 132 ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. પ્રથમ 2 દિવસ એકપણ ફોર્મ ભરાયા ન હતા. જયારે ત્રીજા દિવસે બુધવારે થાન પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાના શ્રીગણેશ થયા છે. જેમાં પાલિકાના વોર્ડ નં. 4માં મહિલા ઉમેદવાર ચૌહાણ બાલુબેન નારણભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ ખેલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ ગત તા. 26મી જાન્યુઆરીએ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા અને દરેક વોર્ડની દરેક બેઠક પર ઝંપલાવશે તેવુ આયોજન કરાયુ હતુ. ત્યારે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આપએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા હવે ત્રિ-પાંખીયો જંગ ખેલાનાર છે. બીજી તરફ થાન મામલતદાર કચેરી ખાતે ચૂંટણીને લઈને બુધવારે સાંજે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આચારસંહિતાના અમલીકરણ, સ્ટ્રોંગરૂમ, મગ ગણતરી કેન્દ્ર, પ્રતીકની ફાળવણી, રેલી માટે મંજૂરી સહિતની બાબતે ચર્ચા કરાઈ હતી.