Textile માર્કેટને લઈ સરકાર નવી પોલિસી કરી શકે છે જાહેરાત : સૂત્રો
ગુજરાતમાં ટેકસટાઈલ માર્કેટનો ધંધો ખૂબ વિશાળ છે અને સુરતમાં ટેકસટાઈલ માર્કેટ પણ મોટું છે.ટેક્સટાઈલ માર્કેટને લઈ વેપારીઓને મોટા સમાચાર આવતીકાલે અથવા આ સપ્તાહમાં મળી શકે છે જેમાં સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરશે અને અગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરાશે,ટેક્સટાઈલ અને ગારમેન્ટ પોલિસીની જાહેરાતની સંભાવના રહેલી છે. ઉદ્યોગને શિફ્ટ થતો અટકાવવા થશે પોલિસીની જાહેરાત સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો જેને લઈ વિવિધ વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી છે.ઉદ્યોગને શિફ્ટ થતો અટકાવવા સરકાર નવી પોલિસીની જાહેરાત કરી શકે છે,વિવિધ સબસિડી મળવાની વેપારીઓને આશા સેવાઈ રહી છે.મહારાષ્ટ્રના નવાપુર ખાતે શિફ્ટ થતી ફેકટરીઓને અટકાવવા આવશે નવી ટેકસટાઈલ પોલિસી,સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે,ટેકસ્ટાઇલ પોલિસીમાં બ્લેક આઉટ પીરીયડ નહીં રાખવા ખાતરી આપવામાં આવશે તેમજ સુરતના ટેકસટાઈલ ઉદ્યોગે 8000 કરોડથી વધુનું મૂડી રોકાણ બહાર ગયું છે. તાપી જિલ્લાની હદે વેપારીઓ પહોંચી ગયા ગુજરાતના તાપી જિલ્લાની સરહદ નજીક નવાપુરના વેપારીઓ પહોંચ્યા છે.નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરતા સરકાર હવે જાગી છે તેમજ 20 ટકા કેપિટલ સબસિડી,6 ટકા વ્યાજ સબસિડી અને પાવર સબસિડી મળવી વેપારીઓની આશા છે.ગુજરાતની ટેક્સટાઈલ પોલિસી આ વર્ષે પૂરી થઈ ગઈ છે, જેથી ઉદ્યોગકારો 90 કિલોમીટર દૂર નવાપુરમાં યુનિટો શિફ્ટ કરી રહ્યાં છે. સુરતની ઈન્ડસ્ટ્રી હાલ અપગ્રેડેશન મોડમાં છે. પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની પોલિસી બંધ છે. ગુજરાતની પોલિસી કરતાં મહારાષ્ટ્રની પોલિસીમાં વધુ વળતર મળતું હોવાથી 3 વર્ષમાં 200થી વધુ યુનિટો શિફ્ટ થઈ ચુક્યાં છે.મહારાષ્ટ્ર સરકારની ટેકસટાઈલ સબસિડી શું છે મહારાષ્ટ્ર સરકારની ટેક્સટાઈલ પોલિસી છે. જેમાં રોકાણ પર 45 ટકા સબસિડી આપવામાં આવે છે. 45 ટકા સબસિડીમાંથી પહેલાં વર્ષે 40 ટકા રકમ અને બીજા વર્ષે 60 સબિસિડી રોકાણકારોના એકાઉન્ટમાં જમાં થઈ જાય છે. એટલે કે, 2 વર્ષમાં મશીનરીના કૂલ રોકાણના રૂપિયા પરત મળી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ટેકસટાઈલ માર્કેટનો ધંધો ખૂબ વિશાળ છે અને સુરતમાં ટેકસટાઈલ માર્કેટ પણ મોટું છે.ટેક્સટાઈલ માર્કેટને લઈ વેપારીઓને મોટા સમાચાર આવતીકાલે અથવા આ સપ્તાહમાં મળી શકે છે જેમાં સરકાર ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરશે અને અગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરાશે,ટેક્સટાઈલ અને ગારમેન્ટ પોલિસીની જાહેરાતની સંભાવના રહેલી છે.
ઉદ્યોગને શિફ્ટ થતો અટકાવવા થશે પોલિસીની જાહેરાત
સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો જેને લઈ વિવિધ વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી છે.ઉદ્યોગને શિફ્ટ થતો અટકાવવા સરકાર નવી પોલિસીની જાહેરાત કરી શકે છે,વિવિધ સબસિડી મળવાની વેપારીઓને આશા સેવાઈ રહી છે.મહારાષ્ટ્રના નવાપુર ખાતે શિફ્ટ થતી ફેકટરીઓને અટકાવવા આવશે નવી ટેકસટાઈલ પોલિસી,સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે,ટેકસ્ટાઇલ પોલિસીમાં બ્લેક આઉટ પીરીયડ નહીં રાખવા ખાતરી આપવામાં આવશે તેમજ સુરતના ટેકસટાઈલ ઉદ્યોગે 8000 કરોડથી વધુનું મૂડી રોકાણ બહાર ગયું છે.
તાપી જિલ્લાની હદે વેપારીઓ પહોંચી ગયા
ગુજરાતના તાપી જિલ્લાની સરહદ નજીક નવાપુરના વેપારીઓ પહોંચ્યા છે.નવાપુર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં રોકાણ કરતા સરકાર હવે જાગી છે તેમજ 20 ટકા કેપિટલ સબસિડી,6 ટકા વ્યાજ સબસિડી અને પાવર સબસિડી મળવી વેપારીઓની આશા છે.ગુજરાતની ટેક્સટાઈલ પોલિસી આ વર્ષે પૂરી થઈ ગઈ છે, જેથી ઉદ્યોગકારો 90 કિલોમીટર દૂર નવાપુરમાં યુનિટો શિફ્ટ કરી રહ્યાં છે. સુરતની ઈન્ડસ્ટ્રી હાલ અપગ્રેડેશન મોડમાં છે. પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની પોલિસી બંધ છે. ગુજરાતની પોલિસી કરતાં મહારાષ્ટ્રની પોલિસીમાં વધુ વળતર મળતું હોવાથી 3 વર્ષમાં 200થી વધુ યુનિટો શિફ્ટ થઈ ચુક્યાં છે.
મહારાષ્ટ્ર સરકારની ટેકસટાઈલ સબસિડી શું છે
મહારાષ્ટ્ર સરકારની ટેક્સટાઈલ પોલિસી છે. જેમાં રોકાણ પર 45 ટકા સબસિડી આપવામાં આવે છે. 45 ટકા સબસિડીમાંથી પહેલાં વર્ષે 40 ટકા રકમ અને બીજા વર્ષે 60 સબિસિડી રોકાણકારોના એકાઉન્ટમાં જમાં થઈ જાય છે. એટલે કે, 2 વર્ષમાં મશીનરીના કૂલ રોકાણના રૂપિયા પરત મળી જાય છે.