TAT HS Result Controversy: ટેટ-એચએસના પરિણામ સામે અસંતોષ, રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર ઉમેદવારોનો વિરોધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં શિક્ષક બનવા માટેનું સ્વપ્ન જોતા યુવાનો માટે મહત્ત્વની ગણાતી ટેટ-એચએસ (TAT HS - Teachers Aptitude Test Higher Secondary) ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદોના વમળમાં ફસાયું છે. પરિણામને લઈને ઉમેદવારોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોએ ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી બહાર એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પેપર ચકાસણીમાં ગંભીર વિસંગતતાઓના આક્ષેપ
વિરોધ કરી રહેલા ઉમેદવારોનું સ્પષ્ટપણે કહેવું છે કે પેપર ચકાસણી દરમિયાન મોટી અનિયમિતતાઓ અને વિસંગતતાઓ આચરવામાં આવી છે. ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, ઉત્તરવહીઓમાં સાચા જવાબો અને પૂરતું લખાણ હોવા છતાં તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને ધારણા કે લખાણ કરતા અત્યંત ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે, જેના કારણે અનેક તેજસ્વી ઉમેદવારો પાસ થવાથી વંચિત રહી ગયા છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર ઉમટી ભારે ભીડ
ઉમેદવારોમાં ફેલાયેલા ભારે રોષને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડની બહાર યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમેદવારોએ બોર્ડની કામગીરી સામે સવાલો ઉઠાવતા પેપરનું રિ-ચેકિંગ કરવાની અથવા ઓનલાઈન ઉત્તરવહીઓ જાહેર કરવાની માગ કરી છે. આ અચાનક વિરોધ પ્રદર્શનને પગલે તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.

પારદર્શિતા અને ન્યાયની માગ સાથે આગામી રણનીતિ
ઉમેદવારોની માગ છે કે, પરીક્ષાના પેપર ચકાસણીમાં રહેલી ક્ષતિઓની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ, જેથી મહેનતુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય. જો બોર્ડ દ્વારા આ બાબતે સંતોષકારક ખુલાસો કે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો ઉમેદવારો દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ તો રાજ્ય પરીક્ષા બોર્ડ આ સમગ્ર માખે શું નિર્ણય લે છે તેના પર તમામની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Patan: સરસ્વતીના જંગરાલની સીમમાં ઝાડ પર લટકતી હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતાં ચકચાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

