Tapiમાં જિલ્લામાં પંચાયત વિભાગના 27 રસ્તાઓ બંધ, ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું

Jul 5, 2025 - 20:00
Tapiમાં જિલ્લામાં પંચાયત વિભાગના 27 રસ્તાઓ બંધ, ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. તાપીમાં ભારે વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પંચાયત વિભાગના 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં પંચાયત 27 રસ્તાઓ બંધ 

તાપીના વ્યારામાં ભારે વરસાદના પગલે વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભાગવવાનો વારો આવ્યો છે. નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.

 કોઝવે પર પાણી ફરી વળ્યા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, અમદાવાદ-ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0