Tapi News : થાર રોક્સ કાર અપાવવાના બહાને 4.25 લાખ પડાવ્યા, નાણાં કે ગાડી ન મળતા ચેક રિટર્ન કેસમાં દોષિત જાહેર

Oct 13, 2026 - 17:30
Tapi News : થાર રોક્સ કાર અપાવવાના બહાને 4.25 લાખ પડાવ્યા, નાણાં કે ગાડી ન મળતા ચેક રિટર્ન કેસમાં દોષિત જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લાના વ્યારા ખાતે ચાલતા 'સહયોગ પ્રોજેક્ટ ફાઇનાન્સ'ના સંચાલક સામે બારડોલીની અદાલતે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. થાર રોક્સ (Thar Roxx) કાર અપાવવાના બહાને એક નાગરિક પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરવાના ચેક રિટર્ન કેસમાં અદાલતે સંચાલક દિગન ગામીતને દોષિત ઠેરવ્યા છે અને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ફાઇનાન્સના નામે ચાલતી ગેરરીતિઓ આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

થાર રોક્સ કાર અપાવવાના વાયદા સાથે બારડોલીના વિનયભાઈ પાસેથી પડાવ્યા હતા રૂ.4.25 લાખ

પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલીના રહેવાસી વિનયભાઈ ભોંસલેને નવી 'થાર રોક્સ' કાર ખરીદવી હતી. આ માટે વ્યારા સહયોગ પ્રોજેક્ટ ફાઇનાન્સના સંચાલક દિગન ગામીતે સંપર્ક કરી માત્ર 15 દિવસમાં જ લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કાર સીધી ઘરે પહોંચાડી દેવાની ખાતરી આપી હતી. આ લોભામણી વાતોમાં આવીને વિનયભાઈએ પ્રોસેસિંગ અને અન્ય બાબતો પેટે કુલ રૂ. 4.25 લાખ ચૂકવ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં ન તો કાર આવી કે ન તો નાણાં પરત મળ્યા.

ચેક રિટર્ન કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ સજા, વળતર ન ચૂકવાય તો વધુ 7 માસની કેદ

વારંવાર ઉઘરાણી કરવા છતાં અંતે દિગન ગામીતે વિનયભાઈને રૂ. 4.25 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળ કે અન્ય કારણસર રિટર્ન (બાઉન્સ) થયો હતો. જેથી વિનયભાઈ ભોંસલેએ પોતાના વકીલ મારફતે બારડોલીની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (NI Act) ની કલમ 138 હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી બાદ બારડોલી અદાલતે પુરાવાઓ ધ્યાને રાખી દિગન ગામીતને બે વર્ષની સાદી કેદની સજા અને રૂ. 4.25 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આ વળતરની રકમ સમયસર નહીં ચૂકવાય તો વધુ 7 માસની વધારાની કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Patanમાં શાહી ફેંકવાના કેસમાં રાજકારણ ગરમાયું, ભાજપની બે મહિલા નેતાઓની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0