Tapiમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

ગુજરાતના તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે,જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ,સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી હતી.રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ.બાજીપુરામાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. પરેડ નિહાળવા લોકો આવ્યા તાપી જિલ્લામાં આજે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ધ્વજવંદન બાદ પરેડનું આયોજન કરાયું છે જેમાં લોકો પરેડ નિહાળવા ઉમટયા છે.બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે.76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરાઈ છે,બાજીપુરામાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે,પાઇપ બેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મોટર સાયકલ સ્ટંટ શો અને ડોગ શો પણ બન્યું આકર્ષણનું કેન્દ્ર. તાપી રોશનીથી ઝળહળી ઉઠયું 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થશે. આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવાની છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યાં છે. આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. ૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન કરાયું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા ૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન પણ આ અવસરે કર્યું હતું.તાપી જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રૂ. ૨.૫ કરોડ જિલ્લા કલેકટરને અને ૨.૫ કરોડ રૂા ના ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યા હતા,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે. ભારત દેશે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ સંવિધાનને અપનાવ્યું, જે વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ છે. આજે દેશમાં પ્રત્યેક નાગરિકો બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે.

Tapiમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે,જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ,સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી હતી.રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ.બાજીપુરામાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

પરેડ નિહાળવા લોકો આવ્યા

તાપી જિલ્લામાં આજે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ધ્વજવંદન બાદ પરેડનું આયોજન કરાયું છે જેમાં લોકો પરેડ નિહાળવા ઉમટયા છે.બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે.76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરાઈ છે,બાજીપુરામાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે,પાઇપ બેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મોટર સાયકલ સ્ટંટ શો અને ડોગ શો પણ બન્યું આકર્ષણનું કેન્દ્ર.


તાપી રોશનીથી ઝળહળી ઉઠયું

76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થશે. આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવાની છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લા સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યાં છે. આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા.

૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન કરાયું

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા ૧૩ જેટલા વ્યક્ત વિશેષોનું સન્માન પણ આ અવસરે કર્યું હતું.તાપી જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રૂ. ૨.૫ કરોડ જિલ્લા કલેકટરને અને ૨.૫ કરોડ રૂા ના ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યા હતા,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે. ભારત દેશે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ સંવિધાનને અપનાવ્યું, જે વિશ્વનું સૌથી વિશાળ લેખિત બંધારણ છે. આજે દેશમાં પ્રત્યેક નાગરિકો બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે.