Tapiમાં અમદાવાદ ACBની સફળ ટ્રેપ, તાપી SCST સેલના DySP અને હેડ કોન્સ્ટેબલે રૂપિયા 1.5 લાખની માગી લાંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં લાંચના કેસ અટકવાનું નામ લઈ રહ્યા નથી. તાપીમાં અમદાવાદ ACBએ ટ્રેપ ગોઠવી લાંચ માગનારા પોલીસ કર્મચારી વિરૂદ્ધ છટકુ ગોઠવ્યું. તાપી એસ.સી.એસ.ટી.સેલના DySP અને હેડ કોન્સ્ટેબલે રૂપિયા 1.5 લાખની લાંચ માગી હતી. આરોપીની ધરપકડ નહીં કરવા બદલ 1.5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. એટ્રોસીટીના ગુનામાં એરેસ્ટ ન કરવા માટે લાંચ માગી હતી.
એટ્રોસીટીના ગુનામાં એરેસ્ટ ન કરવા માગી હતી લાંચ
તમને જણાવી દઈએ કે ફરિયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો એમ કુલ-8 લોકો વિરૂદ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો હતો. તેની તપાસ આરોપી ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા કરી રહ્યા હતા અને આરોપી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઇ ગામીત તેમના રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ ગુનામાં ફરિયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહીં કરવાના બદલામાં અને હેરાનગતી નહીં કરવાના બદલામાં બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સૌપ્રથમ ફરિયાદી પાસે 4 લાખ રૂપિયાના લાંચની માગણી કરી હતી.
આરોપી હેડ કોન્સ્ટેબલને ટ્રેપની શંકા જતા થયો ફરાર
પરંતુ રકઝકના અંતે રૂપિયા 1,50,000 આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપતા આજે લાંચનું છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતું અને આ છટકામાં દરમ્યાન આરોપીહેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઇ ગામીત ફરિયાદીના રહેણાંક વાળી એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવ્યો હતો. પરંતુ આરોપીને શંકા જતાં લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી જઈ ગુનો કર્યો હતો. હાલમાં ACBએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
What's Your Reaction?






