Talod તાલુકા પંથકના પશુપાલકોને ભાવફેર ચૂકવવા મામલતદારને રજૂઆત

વાર્ષિક ટર્ન ઓવરના આધારે અમુક ટકા રકમ ભાવફેર તરીકે ચૂકવાતી હતીસાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન કરવામાં આવે છે વાર્ષિક ટર્ન ઓવર ઉપર અમુક ટકા ભાવ ફેરે પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદકોને આપવામાં આવતુ હતુ સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનની આજીવિકા ઉપર નિર્ભર છે.ત્યારે જિલ્લા અગ્રણી દૂધ ઉત્પાદક સાબરડેરી દ્વારા સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન કરવામાં આવે છે. આ દૂધ કલેક્શનના વાર્ષિક ટર્ન ઓવર ઉપર અમુક ટકા ભાવ ફેરે પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદકોને આપવામાં આવતુ હતુ. જે ચાલુ વર્ષે ભાવફેરની રકમ ચૂકવવાને લઈને સાબરકાંઠા જિલ્લા દૂ.ઉ.સંઘ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પશુપાલકોની આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. (સાબરડેરી) દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અસંખ્ય દૂધ ઉત્પાદકો, પશુપાલકોને આજીવિકા પુરૂ પાડવાનું કામ કરે છે. પ્રતિદિન હજારો લિટર દૂધ કલેકશન કરે છે. આ દૂ.ઉ.સંઘ દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક ટર્ન ઓવરના આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સેની જનરલ મિટીગમાં નક્કી કરવામાં આવતા ટકાવારી પ્રમાણે ભાવફેરની રકમ દરેક પશુપાલકોને ચુકવામાં આવતા કરોડો રૂપિયાનો ભાવફેર પશુપાલકોને ચુકવામાં આવતો હોઈ તેની સીધી અસર બંન્ને જિલ્લાના માર્કેટમાં જોવા મળતી હતી. આ વર્ષેે સાબરકાંઠા જિલ્લા દૂ.ઉ.સંઘ દ્વારા પશુપાલકોને જુલાઈ માસનો એક સપ્તાહ જેટલો સમય વિતવા છતાં ભાવફેર મુદ્દે કોઈ નિર્ણય લેવામાં ન આવતા પશુપાલકોમાં નિરાશા પ્રસરી જવા પામી છે.આ મુદ્દે થઈને તલોદગામની દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ પટેલ,કમિટી સભ્યો,દૂધ ઉત્પાદકો, પશુપાલકો આજે તલોદ મામલતદારને આવેદન આપશે.

Talod તાલુકા પંથકના પશુપાલકોને ભાવફેર ચૂકવવા મામલતદારને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાર્ષિક ટર્ન ઓવરના આધારે અમુક ટકા રકમ ભાવફેર તરીકે ચૂકવાતી હતી
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન કરવામાં આવે છે
  • વાર્ષિક ટર્ન ઓવર ઉપર અમુક ટકા ભાવ ફેરે પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદકોને આપવામાં આવતુ હતુ

સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનની આજીવિકા ઉપર નિર્ભર છે.ત્યારે જિલ્લા અગ્રણી દૂધ ઉત્પાદક સાબરડેરી દ્વારા સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓનું દૂધ કલેક્શન કરવામાં આવે છે.

આ દૂધ કલેક્શનના વાર્ષિક ટર્ન ઓવર ઉપર અમુક ટકા ભાવ ફેરે પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદકોને આપવામાં આવતુ હતુ. જે ચાલુ વર્ષે ભાવફેરની રકમ ચૂકવવાને લઈને સાબરકાંઠા જિલ્લા દૂ.ઉ.સંઘ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પશુપાલકોની આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

(સાબરડેરી) દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અસંખ્ય દૂધ ઉત્પાદકો, પશુપાલકોને આજીવિકા પુરૂ પાડવાનું કામ કરે છે. પ્રતિદિન હજારો લિટર દૂધ કલેકશન કરે છે. આ દૂ.ઉ.સંઘ દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક ટર્ન ઓવરના આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સેની જનરલ મિટીગમાં નક્કી કરવામાં આવતા ટકાવારી પ્રમાણે ભાવફેરની રકમ દરેક પશુપાલકોને ચુકવામાં આવતા કરોડો રૂપિયાનો ભાવફેર પશુપાલકોને ચુકવામાં આવતો હોઈ તેની સીધી અસર બંન્ને જિલ્લાના માર્કેટમાં જોવા મળતી હતી. આ વર્ષેે સાબરકાંઠા જિલ્લા દૂ.ઉ.સંઘ દ્વારા પશુપાલકોને જુલાઈ માસનો એક સપ્તાહ જેટલો સમય વિતવા છતાં ભાવફેર મુદ્દે કોઈ નિર્ણય લેવામાં ન આવતા પશુપાલકોમાં નિરાશા પ્રસરી જવા પામી છે.આ મુદ્દે થઈને તલોદગામની દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ પટેલ,કમિટી સભ્યો,દૂધ ઉત્પાદકો, પશુપાલકો આજે તલોદ મામલતદારને આવેદન આપશે.