Junagadh: સાસણમાં વિશ્વની નંબર વન હોસ્પિટલ બનશે: મુળુભાઈ બેરા

સિંહની સુરક્ષા માટે વન વિભાગ બની રહ્યું છે હાઇટેક રેસ્ક્યુ કરેલા સિંહો અને વન્ય પ્રાણીઓને સારવાર મળી રહેશે સાસણના એક કિ.મી.માં લગાવ્યા છે સીસીટીવી કેમેરા સાસણ - ગીર સિંહ સદન ખાતે વનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વર્લ્ડ લાયન ડે-2024 ઉજવાયો. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, છાત્રો, પ્રકૃતિ પ્રેમીઓ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં. વન મંત્રી મુળુભાઈ બેરાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતીજેમાં તેમણે જણાવ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું છે. તેમજ સાસણમાં વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવવામાં આવશે. રેસ્ક્યુ કરેલા સિંહો અને વન્ય પ્રાણીઓને પણ સારવાર મળી રહેશે. સાસણના એક કિ.મી.માં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સ્પીડથી પસાર થતા વાહનોનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. સાસણના જંગલમાં આધુનિક ડ્રોન કેમેરા વિકસાવવામાં આવશે. ડ્રોન કેમેરાથી હવે રેસક્યું કરવામાં આવશે. સિંબા સોફ્ટવેરથી સિંહોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે. લાયન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાઈ રહી છે. તેમજ વિશ્વ સિંહ દિવસની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. 11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે તા.10 ઓગસ્ટના રોજ સવારે 10.00 વાગે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાથે રાજયમાં 11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો. એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 1990માં ગુજરાતમાં 284 સિંહોની વસ્તી હતી. તે વર્ષ 2020ની ગણતરી મુજબ તે વધીને અંદાજે 674 સુધી પહોંચી ગઈ છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. 21 લાખથી વધુની લોકભાગીદારી થઈ છે એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000 થી વધુ શાળા/કોલેજો મળી અંદાજે 21 લાખથી વધુની લોકભાગીદારી થઈ છે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવી. આના સુચારૂ આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓ, તાલુકા શિક્ષણ અધિકારીઓ તથા તેમના તાબાના બી.આર.સી., સી.આર.સી., એસ.વી.એસ., કયુ.ડી.સી., એમ.આઇ.એસ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કો-ઓર્ડીનેટરની સાસણ ગીર ખાતે ખાસ કાર્યશાળાઓ યોજી કાર્યક્રમ વિશે સમજૂતી અને વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા હતા. ભાવનગર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ‘સિંહ દિવસ’ નિમિત્તે નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. 03 લાખ નાગરિકોને ઈ-મેઈલ મોકલાયા હતાં વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ WorldLionDay2024 જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે 75 લાખ નાગરિકોને જયારે 03 લાખ નાગરિકોને ઈ-મેઈલ મોકલાયા હતાં. વન વિભાગ દ્વારા WorldLionDay2024 હેઝટેગ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ પ્રેમીઓ, જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થયા હતાં.

Junagadh: સાસણમાં વિશ્વની નંબર વન હોસ્પિટલ બનશે: મુળુભાઈ બેરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહની સુરક્ષા માટે વન વિભાગ બની રહ્યું છે હાઇટેક
  • રેસ્ક્યુ કરેલા સિંહો અને વન્ય પ્રાણીઓને સારવાર મળી રહેશે
  • સાસણના એક કિ.મી.માં લગાવ્યા છે સીસીટીવી કેમેરા

સાસણ - ગીર સિંહ સદન ખાતે વનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વર્લ્ડ લાયન ડે-2024 ઉજવાયો. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, છાત્રો, પ્રકૃતિ પ્રેમીઓ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં.

વન મંત્રી મુળુભાઈ બેરાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી

જેમાં તેમણે જણાવ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું છે. તેમજ સાસણમાં વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવવામાં આવશે. રેસ્ક્યુ કરેલા સિંહો અને વન્ય પ્રાણીઓને પણ સારવાર મળી રહેશે. સાસણના એક કિ.મી.માં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સ્પીડથી પસાર થતા વાહનોનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

સાસણના જંગલમાં આધુનિક ડ્રોન કેમેરા વિકસાવવામાં આવશે. ડ્રોન કેમેરાથી હવે રેસક્યું કરવામાં આવશે. સિંબા સોફ્ટવેરથી સિંહોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે. લાયન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાઈ રહી છે. તેમજ વિશ્વ સિંહ દિવસની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે તા.10 ઓગસ્ટના રોજ સવારે 10.00 વાગે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાથે રાજયમાં 11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો.

એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે.

સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 1990માં ગુજરાતમાં 284 સિંહોની વસ્તી હતી. તે વર્ષ 2020ની ગણતરી મુજબ તે વધીને અંદાજે 674 સુધી પહોંચી ગઈ છે.

વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે.

21 લાખથી વધુની લોકભાગીદારી થઈ છે

એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000 થી વધુ શાળા/કોલેજો મળી અંદાજે 21 લાખથી વધુની લોકભાગીદારી થઈ છે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવી.

આના સુચારૂ આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓ, તાલુકા શિક્ષણ અધિકારીઓ તથા તેમના તાબાના બી.આર.સી., સી.આર.સી., એસ.વી.એસ., કયુ.ડી.સી., એમ.આઇ.એસ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કો-ઓર્ડીનેટરની સાસણ ગીર ખાતે ખાસ કાર્યશાળાઓ યોજી કાર્યક્રમ વિશે સમજૂતી અને વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા હતા.

ભાવનગર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ‘સિંહ દિવસ’ નિમિત્તે નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

03 લાખ નાગરિકોને ઈ-મેઈલ મોકલાયા હતાં

વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ WorldLionDay2024 જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે 75 લાખ નાગરિકોને જયારે 03 લાખ નાગરિકોને ઈ-મેઈલ મોકલાયા હતાં.

વન વિભાગ દ્વારા WorldLionDay2024 હેઝટેગ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ પ્રેમીઓ, જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થયા હતાં.