SVPI એરપોર્ટના પેસેન્જર્સ અને કાર્ગોમાં Q3 FY25માં ડબલ ડિજિટ વૃદ્ધિ નોંધાઈ
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી Q3 FY25 દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઈટ લીધી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયન (Q3 FY24)ની સંખ્યા કરતાં 18% વધુ છે.SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર FY25ના Q3 દરમિયાન SVPI એરપોર્ટ પર 27,000થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)ના સંચાલન સાથે 15%નો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિ ગંતવ્યોમાં નવા સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઈટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે. 22 ડિસેમ્બર 2024ના રોજ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યારબાદ 13 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી. ટોચના 5 આંતરરાષ્ટ્રીય સ્થળો: દુબઈ, અબુ ધાબી, સિંગાપોર, કુવૈત અને જેદ્દાહ છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઈન્ટર-ટર્મિનલ ઈલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઈટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે. Q3’ 2023-2024ના પેક્સ આંકડાઓમાં 18%નો વધારો ડિસેમ્બર 2024માં ભારતના એકમાત્ર અમદાવાદ એરપોર્ટને ઊર્જા સંરક્ષણ માટેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024 પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો હતો. બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી આયોજીત આ એવોર્ડ ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ Q3FY25 માં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MTથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1,850 MT થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષના Q3 આંકડાઓ કરતાં 300% થી વધુનો વધારો સૂચવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા તેમજ સીમલેસ મુસાફરી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અસરકારક કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી Q3 FY25 દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઈટ લીધી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયન (Q3 FY24)ની સંખ્યા કરતાં 18% વધુ છે.
SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર
FY25ના Q3 દરમિયાન SVPI એરપોર્ટ પર 27,000થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)ના સંચાલન સાથે 15%નો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિ ગંતવ્યોમાં નવા સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઈટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે. 22 ડિસેમ્બર 2024ના રોજ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યારબાદ 13 ડિસેમ્બર અને 12 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી.
ટોચના 5 આંતરરાષ્ટ્રીય સ્થળો: દુબઈ, અબુ ધાબી, સિંગાપોર, કુવૈત અને જેદ્દાહ
છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઈન્ટર-ટર્મિનલ ઈલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઈટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે.
Q3’ 2023-2024ના પેક્સ આંકડાઓમાં 18%નો વધારો
ડિસેમ્બર 2024માં ભારતના એકમાત્ર અમદાવાદ એરપોર્ટને ઊર્જા સંરક્ષણ માટેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024 પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો હતો. બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી આયોજીત આ એવોર્ડ ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ Q3FY25 માં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MTથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1,850 MT થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષના Q3 આંકડાઓ કરતાં 300% થી વધુનો વધારો સૂચવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા તેમજ સીમલેસ મુસાફરી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અસરકારક કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છે.