Surendranagarમાં ચૂંટણીમાં ઝોનલ ઓફીસરોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિદ્ધ

Feb 15, 2025 - 12:00
Surendranagarમાં ચૂંટણીમાં ઝોનલ ઓફીસરોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે.

મેજિસ્ટ્રેટનાં અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિધ્ધ

ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત વાતાવરણમાં થાય તે માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારીઓને મદદરૂપ થવા નિમાયેલા ઝોનલ ઓફીસરોને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.રાજેન્દ્ર એમ. પટેલ દ્વારા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટનાં અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

હુકમ કરવાની સત્તાના અધિકારો એનાયત ક૨વામાં આવ્યા

આ જાહેરનામાં અનુસાર, ચૂંટણી પ્રક્રિયા માટે નિયુક્ત કરવામાં આવેલા ઝોનલ અધિકારીઓને જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૫ મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કલમ-૪૧ મુજબ મેજિસ્ટ્રેટે પકડવા બાબત, કલમ-૧૦૮ મુજબ પોતાની હાજરીમાં ઝડતી લેવાની મેજિસ્ટ્રેટની સત્તા, કલમ-૧૦૯ થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા, કલમ-૧૪૮ મુજબ મુલકીદળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવા બાબતની સત્તા, કલમ-૧૬૩ મુજબ ત્રાસદાયક બાબત કે નિયમના આદેશના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સત્તાના અધિકારો એનાયત ક૨વામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0