Surendranagarના વઢવાણ ખાતે નાયબ મુખ્ય દંડકે રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી

આજરોજ વઢવાણ એ.પી.એમ.સી. ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્નાની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.કૃષિને અનુરૂપ વાતાવરણ કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજયના તમામ ગામની મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જેના લીધે રાજયમાં કૃષિ ક્ષેત્રે ખુબજ સારૂ પરિણામ જોવા મળ્યું છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે આજે ખેત ઉપયોગી તમામ સાધનો માટે સબસીડી આપવામાં આવે છે. આજથી ૨૫ વર્ષ પહેલા કોઈએ સબસીડીનું નામ પણ સાંભળ્યું ન હતું. આમ અત્યારે સરકારે કૃષિને અનુરૂપ વાતાવરણ ઊભું કર્યું છે. ટેક્સટાઇલ પાર્ક મળશે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વઢવાણ, મુળી, સાયલા અને ધ્રાંગધ્રા એમ કુલ ચાર તાલુકાના ૯૮ ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે રૂ.૭૬૬ કરોડની યોજનાની રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી દીધી છે. આગામી સમયમાં રૂ.૭૬૬ કરોડની આ યોજનાનું ખાતમુર્હુત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.પ્રાકૃતિક કૃષિ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો વધારે ઉત્પાદન લેવાની લાયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ કરી કેન્સર જેવા ભયંકર રોગોને નિમંત્રણ આપે છે. આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી ખૂબ જ અનિવાર્ય છે. વધુમાં તેમણે આગામી સમયમાં જિલ્લાવાસીઓને મેગા ટેક્સટાઇલ પાર્ક મળશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.IFFCO સહિતના સ્ટોલો જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની સહાય લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન છે. દેશની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોની અથાગ મહેનતથી આજે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.આ તકે કૃષિ પ્રદર્શન પણ યોજાયુ હતુ. જેમાં ખેતીવાડી, પશુપાલન, આત્મા, મિશન મંગલમ, આરોગ્ય, icds, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, GSFC, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, બાગાયત, GNFC, IFFCO સહિતના સ્ટોલો પણ હતાં. અધિકારીઓ રહ્યાં હાજર આ પ્રદર્શનની નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને વિવિધ વિષય પર માર્ગદર્શન અને સફળ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ એનાયત કરાયા હતા.આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અમૃતભાઈ ડાભી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય નટુભાઈ, ઘનશ્યામભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Surendranagarના વઢવાણ ખાતે નાયબ મુખ્ય દંડકે રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજરોજ વઢવાણ એ.પી.એમ.સી. ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્નાની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.

કૃષિને અનુરૂપ વાતાવરણ
કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજયના તમામ ગામની મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જેના લીધે રાજયમાં કૃષિ ક્ષેત્રે ખુબજ સારૂ પરિણામ જોવા મળ્યું છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે આજે ખેત ઉપયોગી તમામ સાધનો માટે સબસીડી આપવામાં આવે છે. આજથી ૨૫ વર્ષ પહેલા કોઈએ સબસીડીનું નામ પણ સાંભળ્યું ન હતું. આમ અત્યારે સરકારે કૃષિને અનુરૂપ વાતાવરણ ઊભું કર્યું છે.

ટેક્સટાઇલ પાર્ક મળશે
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વઢવાણ, મુળી, સાયલા અને ધ્રાંગધ્રા એમ કુલ ચાર તાલુકાના ૯૮ ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે રૂ.૭૬૬ કરોડની યોજનાની રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી દીધી છે. આગામી સમયમાં રૂ.૭૬૬ કરોડની આ યોજનાનું ખાતમુર્હુત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.પ્રાકૃતિક કૃષિ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો વધારે ઉત્પાદન લેવાની લાયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ કરી કેન્સર જેવા ભયંકર રોગોને નિમંત્રણ આપે છે. આવનારી પેઢીઓને વારસામાં શુદ્ધ પાણી, ફળદ્રુપ જમીન આપવા માટે દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી ખૂબ જ અનિવાર્ય છે. વધુમાં તેમણે આગામી સમયમાં જિલ્લાવાસીઓને મેગા ટેક્સટાઇલ પાર્ક મળશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.



IFFCO સહિતના સ્ટોલો
જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની સહાય લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણો દેશ કૃષિ પ્રધાન છે. દેશની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત છે. કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો અને ખેડૂતોની અથાગ મહેનતથી આજે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.આ તકે કૃષિ પ્રદર્શન પણ યોજાયુ હતુ. જેમાં ખેતીવાડી, પશુપાલન, આત્મા, મિશન મંગલમ, આરોગ્ય, icds, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, GSFC, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, બાગાયત, GNFC, IFFCO સહિતના સ્ટોલો પણ હતાં.

અધિકારીઓ રહ્યાં હાજર
આ પ્રદર્શનની નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને વિવિધ વિષય પર માર્ગદર્શન અને સફળ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ એનાયત કરાયા હતા.આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અમૃતભાઈ ડાભી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય નટુભાઈ, ઘનશ્યામભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.