Surendranagar: સુરેન્દ્રનગરમાં 2 થી 3 ટાઉન પ્લાનર મૂકવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા એ વર્ગની નગરપાલિકા છે. પરંતુ તેમાં જ એક જ ટાઉન પ્લાનર હોવાથી હાલાકી પડી રહી છે. તાજેતરમાં સરકારે રાજયની અને જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં ટાઉન પ્લાનરને નિમણુંક આપી છે. ત્યારે સુરેન્દ્રનગર પાલિકામાં પણ એક કરતા વધુ ટાઉન પ્લાનર મુકવા સીએમને લેખીત રજુઆત કરાઈ છે. સુરેન્દ્રનગર શહેરનો કુદકે અને ભુસકે વિકાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં તો સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા મહાનગર પાલિકા બનવા જઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર પાલિકામાં ઘણા સમયથી એક જ ટાઉન પ્લાનર છે. જેને લીધે લોકોના પ્લાન પાસ કરાવવામાં લાંબી લાઈનો લાગી છે. અનેક ફાઈલો ઘણા સમયથી પાલિકામાં જેમની તેમ ધુળ ખાઈ રહી છે. જેના લીધે ખાસ કરીને બાંધકામ વ્યવસાયને અસર થાય છે. રાજય સરકારે તાજેતરમાં રાજયની તેમજ જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં નવા ટાઉન પ્લાનરને નિમણુંક આપી છે. પરંતુ સુરેન્દ્રનગરમાં વધુ ટાઉન પ્લાનર ન મુકાતા ખાસ કરીને બીલ્ડર લોબીમાં રોષ ફેલાયો છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર્સ એસોસીયેશનના પ્રમુખ કે.સી.શાહ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, સેક્રેટરી દોલુભા ડોડીયા સહિતનાઓ દ્વારા રાજયના મુખ્યમંત્રી અને વઢવાણના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ સુરેન્દ્રનગર પાલીકામાં એક જ ટાઉન પ્લાનર હોવાથી પ્લાન સમયસર પાસ થતા નથી. જેના લીધે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી સુરેન્દ્રનગર પાલીકામાં વધુ 2-3 ટાઉન પ્લાનર મુકવા માંગણી કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા એ વર્ગની નગરપાલિકા છે. પરંતુ તેમાં જ એક જ ટાઉન પ્લાનર હોવાથી હાલાકી પડી રહી છે. તાજેતરમાં સરકારે રાજયની અને જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં ટાઉન પ્લાનરને નિમણુંક આપી છે.
ત્યારે સુરેન્દ્રનગર પાલિકામાં પણ એક કરતા વધુ ટાઉન પ્લાનર મુકવા સીએમને લેખીત રજુઆત કરાઈ છે. સુરેન્દ્રનગર શહેરનો કુદકે અને ભુસકે વિકાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં તો સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા મહાનગર પાલિકા બનવા જઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર પાલિકામાં ઘણા સમયથી એક જ ટાઉન પ્લાનર છે. જેને લીધે લોકોના પ્લાન પાસ કરાવવામાં લાંબી લાઈનો લાગી છે.
અનેક ફાઈલો ઘણા સમયથી પાલિકામાં જેમની તેમ ધુળ ખાઈ રહી છે. જેના લીધે ખાસ કરીને બાંધકામ વ્યવસાયને અસર થાય છે. રાજય સરકારે તાજેતરમાં રાજયની તેમજ જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં નવા ટાઉન પ્લાનરને નિમણુંક આપી છે. પરંતુ સુરેન્દ્રનગરમાં વધુ ટાઉન પ્લાનર ન મુકાતા ખાસ કરીને બીલ્ડર લોબીમાં રોષ ફેલાયો છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર્સ એસોસીયેશનના પ્રમુખ કે.સી.શાહ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, સેક્રેટરી દોલુભા ડોડીયા સહિતનાઓ દ્વારા રાજયના મુખ્યમંત્રી અને વઢવાણના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ સુરેન્દ્રનગર પાલીકામાં એક જ ટાઉન પ્લાનર હોવાથી પ્લાન સમયસર પાસ થતા નથી. જેના લીધે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી સુરેન્દ્રનગર પાલીકામાં વધુ 2-3 ટાઉન પ્લાનર મુકવા માંગણી કરાઈ છે.