Surendranagar: સુ.નગર જિલ્લા પ્રમુખ બનવા 23 ફોર્મ ભરાયા

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદની વરણી માટે પસંદગી પ્રકિયા હાથ ધરતાની સાથે જ ફોર્મ ભરવા માટે હોડ લાગી હતી. ત્યારે કુલ 21 ફોર્મ ઉપડયા બાદ 16 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાના ભાગ્ય અજમાવ્યા હતા. હવે પાર્ટી કોના નામ ઉપર મહોર લગાવે છે અને કોર્પોરેશન જાહેર થયા બાદ સુરેન્દ્રનગર શહેર માટે ક્યારે કાર્યવાહી હાથ ધરાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષોથી ભાજપમાં માત્ર સેન્સ લેવાતી અને ઉપરથી જે નામો નક્કી થાય એની મંડલ કે જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતી હતી. પરંતુ ભાજપે હવે બેંક, એપીએમસી, ડેરી સહિતના ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા શરુ કરી છે. અને સંગઠન પાંખમાં ઉમર સહિતના નિયમો બનાવી ફોર્મ ભર્યા બાદ પ્રમુખની વરણી કરવાની કામગીરી શરુ કરાઈ છે. ભાજપ હંમેશા હોદેદારોની વરણી કે ટિકિટો આપવામાં કાઈક નવા નામો જાહેર કરવામાં હમેશા ચર્ચામાં રહે છે. ત્યારે જ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે 23 લોકોએ ઉત્સાહભેર ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાની ટીમ સમક્ષ દાવેદારી કરી હતી. જેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ હીતેર્ન્દ્સીહ ચૌહાણ, મહામંત્રી જયેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિહ પઢિયાર, નરેશભાઈ કૈલા, નિલેશભાઈ શેઠ, નંદલાલ પટેલ, વાઘજીભાઈ ચૌહાણ, લીનાબેન ડોડિયા શહિત 23 ભાજપના હોદેદારોએ દાવેદારી નોંધાવી હતી. હવે પાર્ટી એક ટર્મથી સારી કામગીરી કરનાર હિતેન્દ્રસિહ ચૌહાણ, પાટીદાર સમાજના પીઢ નેતા અને જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ કે પછી અગાઉ સતત ત્રણ ટર્મ સુધી સફ્ળતાપૂર્વક કામગીરી કરી સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરનાર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિહ પઢિયાર કે પછી કોઈ નવા ચહેરા સહિત કોના નામ ઉપર મહોર લાગે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. હવે ભાજપ ગમે ત્યારે ગમે તે કાર્યકરો તેમજ જિલ્લાવાસીઓને સરપ્રાઈઝ આપતું હોય છે. ત્યારે સૌને પોતાના નામ ઉપર મહોર લાગશે એવું હાલ તો લાગી રહ્યું છે? હવે કોના નામ ઉપર મહોર મહોર લાગે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. સુ.નગર મ્યુનિ. કોર્પોરેશન માટે સૂચના નથી મળી સુરેન્દ્રનગર ભાજપના ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે જિલ્લા ભાજપ પ્રમુખ માટે 23 ફોર્મ ભરાયા છે. જે સંકલન બાદ પ્રદેશમાં યાદી મોકલી દેવાશે અને સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન જાહેર થાય બાદ નવા સંગઠનની રચના માટે હજી સુધી પ્રદેશકક્ષાએથી કોઈ સુચના મળી નથી. જિલ્લા પ્રમુખ બનવા કડક નિયમો ભાજપમાં જીલ્લાથી પ્રદેશ સાથે કામ કરવા સાથે પરિવારમાં એકને જ જવાબદારીનો નિયમ, બે ટર્મ જિલ્લા પ્રમુખ પદે રહ્યા હોય એને રીપીટ ના કરવા, દાવેદારી કરનાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો ના હોવો જોઈએ જેમાં આર્થિક, ચારિત્ર્ય મામલે પોલીસ કેસ પણ થયો ના હોવો જોઈએ. આવા કડક નિયમો લાગુ કરાયા છે.

Surendranagar: સુ.નગર જિલ્લા પ્રમુખ બનવા 23 ફોર્મ ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદની વરણી માટે પસંદગી પ્રકિયા હાથ ધરતાની સાથે જ ફોર્મ ભરવા માટે હોડ લાગી હતી. ત્યારે કુલ 21 ફોર્મ ઉપડયા બાદ 16 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાના ભાગ્ય અજમાવ્યા હતા. હવે પાર્ટી કોના નામ ઉપર મહોર લગાવે છે અને કોર્પોરેશન જાહેર થયા બાદ સુરેન્દ્રનગર શહેર માટે ક્યારે કાર્યવાહી હાથ ધરાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષોથી ભાજપમાં માત્ર સેન્સ લેવાતી અને ઉપરથી જે નામો નક્કી થાય એની મંડલ કે જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતી હતી. પરંતુ ભાજપે હવે બેંક, એપીએમસી, ડેરી સહિતના ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા શરુ કરી છે. અને સંગઠન પાંખમાં ઉમર સહિતના નિયમો બનાવી ફોર્મ ભર્યા બાદ પ્રમુખની વરણી કરવાની કામગીરી શરુ કરાઈ છે. ભાજપ હંમેશા હોદેદારોની વરણી કે ટિકિટો આપવામાં કાઈક નવા નામો જાહેર કરવામાં હમેશા ચર્ચામાં રહે છે.

ત્યારે જ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે 23 લોકોએ ઉત્સાહભેર ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાની ટીમ સમક્ષ દાવેદારી કરી હતી. જેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ હીતેર્ન્દ્સીહ ચૌહાણ, મહામંત્રી જયેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિહ પઢિયાર, નરેશભાઈ કૈલા, નિલેશભાઈ શેઠ, નંદલાલ પટેલ, વાઘજીભાઈ ચૌહાણ, લીનાબેન ડોડિયા શહિત 23 ભાજપના હોદેદારોએ દાવેદારી નોંધાવી હતી. હવે પાર્ટી એક ટર્મથી સારી કામગીરી કરનાર હિતેન્દ્રસિહ ચૌહાણ, પાટીદાર સમાજના પીઢ નેતા અને જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ કે પછી અગાઉ સતત ત્રણ ટર્મ સુધી સફ્ળતાપૂર્વક કામગીરી કરી સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરનાર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિહ પઢિયાર કે પછી કોઈ નવા ચહેરા સહિત કોના નામ ઉપર મહોર લાગે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. હવે ભાજપ ગમે ત્યારે ગમે તે કાર્યકરો તેમજ જિલ્લાવાસીઓને સરપ્રાઈઝ આપતું હોય છે. ત્યારે સૌને પોતાના નામ ઉપર મહોર લાગશે એવું હાલ તો લાગી રહ્યું છે? હવે કોના નામ ઉપર મહોર મહોર લાગે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

સુ.નગર મ્યુનિ. કોર્પોરેશન માટે સૂચના નથી મળી

સુરેન્દ્રનગર ભાજપના ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે જિલ્લા ભાજપ પ્રમુખ માટે 23 ફોર્મ ભરાયા છે. જે સંકલન બાદ પ્રદેશમાં યાદી મોકલી દેવાશે અને સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન જાહેર થાય બાદ નવા સંગઠનની રચના માટે હજી સુધી પ્રદેશકક્ષાએથી કોઈ સુચના મળી નથી.

જિલ્લા પ્રમુખ બનવા કડક નિયમો

ભાજપમાં જીલ્લાથી પ્રદેશ સાથે કામ કરવા સાથે પરિવારમાં એકને જ જવાબદારીનો નિયમ, બે ટર્મ જિલ્લા પ્રમુખ પદે રહ્યા હોય એને રીપીટ ના કરવા, દાવેદારી કરનાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો ના હોવો જોઈએ જેમાં આર્થિક, ચારિત્ર્ય મામલે પોલીસ કેસ પણ થયો ના હોવો જોઈએ. આવા કડક નિયમો લાગુ કરાયા છે.